દેશમાં ૯% નોકરીઓ જવાનો ખતરો, આઇએમએફની ચેતવણી

  • February 14, 2020 11:12 AM 44 views

આઈએમએફ દ્રારા ભારતના અર્થતત્રં અંગે કેટલીક ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી છે અને આઇએમએફના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે ભારતને તત્કાળ આર્થિક સુધારાનાં પગલાં લેવાની જર છે કારણ કે રાજકોષીય ખાધ વિલન બનશે.


આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેકટર ડેવિડે એવી ચોંકાવનારી આગાહી કરી છે કે ઓટોમેશન ને કારણે ભારતમાં ૯ ટકા જેટલી નોકરીઓ ઓછી થશે અને બેરોજગારી ભયાનક રીતે મોઢું ફાડશે.
આઇએમએફના રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે ભારત ની વર્તમાન આર્થિક સ્થિતિ અમારા અનુમાન કરતાં પણ વધુ કમજોર છે અને તાત્કાલિક તેણે નાણાકીય સુધાર અને અન્ય આર્થિક સુધારાનાં પગલાં લેવાની જર છે .


નિષ્ણાંતોએ કહ્યું છે કે રાજકોષીય ખાધને કાબૂમાં રાખવી અને દુષ્કર દેખાય છે અને ભારતે રણનીતિના પમાં આ મોરચા પર કામ કરવું પડશે. ભારત સરકાર દ્રારા અત્યાર સુધી અર્થતંત્રમાં સુસ્તી ને દૂર કરવા માટે જે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા છે તે પૂરતા નથી.


રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર ટેકસ મારફત મહેસુલી કમાણી કરે છે પરંતુ સાથોસાથ ખર્ચ પણ કરે છે પરંતુ સરકારનો ખર્ચ મહેસૂલી આવક કરતા વધી જાય છે અને ત્યાર પછી તેને બજારમાંથી વધુ રકમ ઉધાર લેવી પડે છે.


આઇએમએફ દ્રારા જાન્યુઆરી માસમાં ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિના અનુમાન મા ઘટાડો કરવામાં આવ્યો હતો. તેના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯ ૨૦ મા જીડીપીમાં વૃદ્ધિનો દર ૪.૯ ટકા રહેશે.
હવે આઇએમએફના નિષ્ણાંતોએ દેશમાં ૯ ટકા સુધી નોકરીઓ ઘટી જવાનો ખતરો વ્યકત કર્યેા છે અને તેમાં શિક્ષિત બેરોજગારો અને શ્રમિકો નો પણ સમાવેશ થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application