જાણો jio અને airtelના 129 રૂપિયાવાળા પેકમાં કઇ સુવિધાઓ છે ઉપલબ્ધ

  • June 29, 2020 08:42 AM 225 views

 

 રિલાયન્સ jio અને aietel દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ છે. જીયો અને એરટેલ પાસે અલગ-અલગ કેટેગરીના prepaid plan ઉપલબ્ધ છે,પરંતુ જો આપણે વાત કરીએ કે સૌથી સસ્તા prepaid plan કોના છે તો બંને કંપનીઓ  129 રૂપિયાવાળા પ્લાનની ઓફર કરી રહી છે જે ડેટા કોલિંગ અને બેનિફિટ્સ સાથે આવે છે. આવો તમને જણાવીએ કે jio  અને airtelના આ પ્લાન વિશે.

 

jio નો 129 રૂપિયા વાળો પ્લાન

 

 jio 129 રૂપિયા વાળા પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે, અને આ પૅકમાં કુલ 2gb ડેટા મળે છે. ડેટાની લિમિટ ખતમ થયા બાદ ગ્રાહકો 64kbpsની સ્પીડ થી ડેટા પ્લાનનો ઉપયોગ કરી શકે છે.

 

 jio ટુ jio અનલિમિટેડ કોલિંગ મિનિટ મળે છે. જ્યારે બીજા નેટવર્ક પર કોલ કરવા પર કંપની 1000 મિનિટ સુધીની ઓફર આપે છે. આ સિવાય આ પ્લાનમાં 300 મફત એસએમએસ પણ મળે છે. jio એપ્લિકેશન subscriptionની મજા ગ્રાહકોને મફતમાં મળી શકે છે.

 

airtelનો 129 રૂપિયા વાળો પ્લાન

 

 Airtelના પ્લાનની કિંમત 129 રૂપિયા અને વેલિડિટી 28 દિવસની હોય છે. આ પ્લાનમાં દેશના કોઇપણ નેટવર્ક પર લોકલ એસટીડી અને રોમિંગ મફત તથા અનલિમિટેડ કોલ કરવાની સુવિધા છે. કોલિંગમાં કોઈપણ પ્રકારની FUP લિમિટ નથી. જ્યારે jioના પ્લાન્ટમાં કોલિંગ મીનીટસની સાથે કેપિંગ છે.

 

 Airtelના આ પ્લાનમાં પણ જીયોની જેમ 2 gb ડેટા ઓફર આપવામાં આવી છે. ગ્રાહક 300 મફત એસ એમ એસનો લાભ લઇ શકે છે, એરટેલનું આ પેક કંપનીના સ્પેશિયલ રિચાર્જ  STVcombo કેટેગરીમાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application