કમિટીમાં 11 લો એકસપર્ટમાં 6 સભ્ય સુપ્રીમ કોર્ટનાં એડવોકેટ: કમિશન નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે સિંધી સમાજનો અવાજ રજુ કરશે: નવું માળખું બનશે, જીએસટી અને ઈન્કમટેકસનાં જટીલ કેસ ઉકેલવામાં પુનવાણીની સફળતા
ભારતીય સિંધુ સભાની નેશનલ લો કમિટીમાં સમગ્ર રાજ્યમાંથી એકમાત્ર રાજકોટનાં ટેકસ નિષ્ણાત જીતેશ પુનવાણીની પસંદગી કરાતા સિંધી સમાજ સાથે રાજકોટનું ગૌરવ વધ્યું છે. જીએસટી અને ઈન્કમટેકસમાં અનેક જટીલ કેસોનો ઉકેલ લાવવામાં તજજ્ઞ ગણાતા જીતેશ પુનવાણી જીએસટી માટે દેશભરનાં ટેકસ સલાહકારોને માર્ગદર્શન આપે છે.
જીએસટી, ઈન્કમટેકસ, ફાયનાન્સ ક્ષેત્રમાં એકસપર્ટ ગણાતા જીતેશ પુનવાણી 20 બેન્કો સાથે જોડાયેલ છે. જીએસટીમાં રેગ્યુલર કામ ઉપરાંત ડિટેન્સન, ઈન્સપેકશન, સર્ચ, સીઝર (રેડ વગેરે)ના ટફ કામો માટે અપીયર થયા છે. સિંધી સમાજ માટે દર શનિવારે સાંજે 6.30થી 7.30 જીએસટી અને ફાયનાન્સ સંબંધિત સેવા આપે છે.
ભારતીય સિંધુ સભા દ્વારા નેશનલ લો કમિટી બનાવેલ છે. જેમાં સમગ્ર દેશમાં 11 લો એકસપર્ટની નિમણુક કરવામાં આવેલ છે જેમાં ગુજરાતમાંથી અમો જીતેશ પુનવાણીની નિમણૂક થયેલ છે જે માટે ગર્વ અનુભવીએ છીએ. આ કમિશન નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે સિંધીઓનો અવાજ રજુ કરશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લો એકસપર્ટસનું માળખુ તૈયાર કરવામાં આવી રહેલ છે જેમાં સમગ્ર દેશમાંથી લીગલ એકસપર્ટસ જોડવામાં આવશે અને સિંધી સમાજને કાયદાકિય સહાયતા પુરી પડાશે. આ પેનલમાં 11 તજજ્ઞમાં 6 સુપ્રિમ કોર્ટનાં વકીલ ચે. જયારે રાજકોટમાંથી જીતેશ પુનવાણીની પસંદગી થતાં તેમને ચોમેરથી અભિનંદન વષર્િ થઈ રહી છે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230