જિયો સાવન ટીવી: યુઝર માટે વીડિયો પ્લેલિસ્ટ અને ચેનલ્સનું વર્ગીકરણ

  • June 09, 2021 10:44 AM 

વીડિયો પ્લેલિસ્ટ સાથે વર્ગીકૃત કરાયેલા મ્યુઝિક વીડિયોના અનોખા અનુભવનું નવું ફીચર: શૈલી, મૂડ અને કલાકાર આધારિત વર્ગીકૃત કરેલા મ્યુઝિક વીડિયો જોવા માટે નવું ફીચર

 

જિયોસાવન, મ્યુઝિક અને ઓડિયો એન્ટરટેઇન્મેન્ટ માટે દક્ષિણ એશિયાનું સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેની નવી પ્રોડક્ટ જિયોસાવન ટીવી રજૂ કરી રહ્યું છે. આ અનોખું વીડિયો ફીચર નિષ્ણાતો દ્વારા વર્ગીકૃત અને ઉપયોગમાં આસાની વચ્ચેના અંતરને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ ઉપરની વીડિયો પ્રોડક્ટ્સમાં જિયોસાવન ટીવી નવીનત્તમ ઉમેરો છે.

 

ખૂબ જ લોકપ્રિય ઓડિયો સેવાઓમાં જિયોસાવન ટીવી મ્યુઝિક માટે એક અનોખો ટેલિવિઝન અનુભવ તૈયાર કરી રહ્યું છે. આ ફીચર ઉચ્ચ ગુણવત્તાની સ્ટ્રીમિંગ ટેક્નોલોજી સાથે વન-સ્ટોપ એન્ટરટેઇનમેન્ટ હબનો અનુભવ આપશે.

 

નિષ્ણાતોનું વર્ગીકરણ અને મનોરંજક સંગીતનો સમન્વય યુઝર્સને નવા હોમપેજ પર નવા ટેબમાં મ્યુઝિક ટીવી ચેનલ્સ અને મ્યુઝિક વીડિયો પ્લેલિસ્ટ સ્વરૂપે માણવા મળશે, જેનાથી શું જોવું છે તેની વૈવિધ્યસભર પસંદગી કરી શકાશે. એનલોગ ચેનલોની જેમ ટીવી ચેનલોમાં વીડિયોઝને એક પછી એક પ્લે કરવાની ભલામણ કરવામાં આવશે, જ્યારે વીડિયો પ્લેલિસ્ટ મૂડ, શૈલી અને કલાકાર મુજબ વર્ગીકૃત કરેલા વીડિયો ચલાવશે.

 

નવી રજૂ કરેલી મ્યુઝિક ટીવી ચેનલ અને મ્યુઝિક વીડિયો પ્લેલિસ્ટ દ્વારા જિયોસાવન યુઝરને કલાકાર, સમયગાળો અને મૂડ મુજબ પસંદગી કરવાની અનુકૂળતા કરી આપે છે જેનાથી મનોરંજનનો એક અલગ જ અનુભવ મળે છે.

 

નવા ફીચરમાં યુઝર્સને જોવા ઇચ્છતા વીડિયો અને અગાઉ કતારમાં લગાવી રાખેલા ઓડિયો ટ્રેક સાંભળવા માટે સરળતાથી પસંદગી કરવાનો અવકાશ આપે છે. વીડિયોનો સંપૂર્ણ અનુભવ મેળવવા માટે યુઝર્સ તેમના ફોન પર હોરિઝોન્ટલ અને વર્ટિકલ મોડની પસંદગી કરી શકે છે.

 

જિયોસાવન ટીવી લોકપ્રિય કલાકારો, અલગ અલગ મૂડ, શૈલીઓ અને સમયગાળામાં વર્ગીકૃત કરેલી સંગીતની પસંદગી સાથે જ લોન્ચ થશે. આ નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે એક વીડિયો એડ તૈયાર કરવામાં આવી છે જેમાં બાદશાહ, જસ્ટિન બીબર, દુઆ લીપા, કે-પોપ સેન્સેશન બીટીએસ અને અકુલને સમાવતો એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ લોન્ચને વધુ જોરશોરથી ગજવવા માટે વિવિધ સોશિયલ ચેનલ્સ પર, ડિજિટલ અને ઇન્ફ્લુએન્સર તથા ઇન્સ્ટાગ્રામ દ્વારા વીઆર એક્સપિરિયન્સ દ્વારા પ્રચાર કરવામાં આવશે.

 

આ અગાઉ, કોઈપણ ટ્રેક સિલેક્ટ કરવા માટે જે તે ગીતની 15 સેક્ધડની વીડિયો શોર્ટી રજૂ કરવામાં આવી હતી - જેનાથી ભારતીય કલાકારને વધુ સમૃદ્ધ ઓળખ મળે અને દર્શકને વધુ બહેતર અનુભવ મળે. આ ફીચર જૂન 2020માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેને 200 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ઓગસ્ટમાં જિયોસાવને ટ્રીલર સાથે સહભાગિતા સાધી કલાકારો અને યુઝર જનરેટેડ વીડિયો ક્ધટેન્ટને એપ ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

જિયોસાવન પ્રો યુઝર્સ એડ-ફ્રી ક્ધટેન્ટ અને અનલિમિટેડ વીડિયો લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકશે, જ્યારે ફ્રીમિયમ યુઝર્સ મહિને ત્રણ વીડિયો જોઈ શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS