જિયો ગરીબોને ૧૦૦ મિનિટનો ફ્રી ટોકટાઇમ, ૧૦૦ ફ્રી એસએમએસ આપશે

  • April 01, 2020 10:49 AM 461 views

અબજોપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ દ્રારા જિયો ફોન ગ્રાહકોને ૧૭ એપ્રિલ સુધી ૧૦૦ મિનિટનો ફ્રી ટોકટાઈમ અને ૧૦૦ ફ્રી એસએમએસનો લાભ આપવામાં આવશે. સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગરીબોને મદદરૂપ થવા માટે જિયો દ્રારા કરવામાં આવેલી આ ઓફર હરિફોની ઓફર કરતાં ૧૦ ગણી છે. જિયો ફોનના ગ્રાહકોને પ્રિ–પેઈડ વાઉચરની મુદત પુરી થયા પછી પણ ઈનકમિંગ કોલ મળવાનું ચાલુ રહેશે.


રિલાયન્સ જિયોએ મંગળવારે એક ટવીટ કરીને જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને યારે ખાસ જરૂર છે ત્યારે જિયો ફોનના ગ્રાહકોને ૧૦ ગણો ફાયદો મળશે. ૧૦૦ મિનિટ ફ્રી કોલ અને ૧૦૦ ફ્રી એસએમએસ. જિયોના જે ગ્રાહકો રિટેલ સ્ટોર્સ મારફતે રિચાર્જ કરાવતા હતા તેમના માટે કંપનીએ યુપીઆઈ, એટીએમ, એસએમએસ, કોલ વગેરે જેવા વિકલ્પો પણ રજૂ કર્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application