Jioના આ ટૂલથી ઘરે બેઠાં વ્યક્તિ જાણી શકશે કે તેનામાં કોરોનાના લક્ષણ છે કે નહીં

  • March 26, 2020 11:58 AM 314 views


 
કોરોના વાયરસના વધતા કેસથી દરેક વ્યક્તિ ચિંતીત જોવા મળે છે. સરકારએ આ કેસમાં વધારો ન થાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. તેવામાં જિયોએ એક ટુલ ડેવલપ કર્યું છે જે ઘરે બેઠા લોકોને જણાવશે કોરોના વાયરસના લક્ષણો વિશે.   

 

જિયોના આ ટૂલનું નામ કોરોના વાયરસ ઈન્ફો એન્ડ ટૂલ્સ છે.  જેને યૂઝરની MyJio એપ પર ઉપલબ્ધ છે.  આ ટૂલનો ઉપયોગ એ લોકો પણ કરી શકે છે જે જિયોના યૂઝર્સ નથી. આ ટૂલની મદદથી લોકો કોરોના વાયરસના લક્ષણો વિશે જાણી શકે છે. યૂઝરએ આપેલા ઈનપુટ્સ પરથી આ તારણ આપે છે. યૂઝરની ટ્રાવેલ હિસ્ટ્રી, ફ્લૂ અને અન્ય બીમારી વિશે જાણકારી આમાં એડ કરવાથી ડેટા આવે છે અને એપ જણાવે છે કે વ્યક્તિને હોસ્પિટલ જવાની જરૂર છે કે નહીં. આ ટૂલ માય જિયો એપમાં ઉપલબ્ધ છે. 

 
 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application