Jioમાં KKRનું 11,367 કરોડનું રોકાણ, છેલ્લા 1 માસમાં જિયોએ મેળવ્યું અધધધ રોકાણ

  • May 22, 2020 09:25 AM 267 views

 

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ લિમિટેડમાં કેકેઆર 11,367 કરોડનું રોકાણ કરશે. દેશની સૌથી મોટા ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ જિયો તરફથી આ ડીલની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે જ કેકેઆરએ જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકાની ભાગીદારી મેળવી છે. 

 

ઉલ્લેખનીય છે કે કોઈપણ એશિયાઈ કંપનીમાં કેકેઆરનું આ સૌથી મોટું રોકાણ છે. આ સાથે જ જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રુપિયા અને એંટરપ્રાઈઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રુપિયાએ પહોંચી છે. આ ડીલ સાથે જિયોએ છેલ્લા 1 માસમાં રોકાણો વડે અંદાજે 78, 562 કરોડ રુપિયા પ્રાપ્ત કર્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application