જિયો ફાઇબર પોસ્ટ પેઇડ સર્વિસ લોન્ચ: ઇન્સ્ટોલેશન ફ્રી

  • June 18, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ જિયો 17 જૂનથી જિયોફાઇબર પોસ્ટ-પેઇડ બ્રોડબેન્ડ સેવાઓ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં નવા કનેક્શન્સ માટે ઇન્સ્ટોલેશન ફી લેવામાં નહીં આવે. કંપની અત્યારે નવા કનેક્શન્સ માટે રૂા. 1500 ઇન્સ્ટોલેશન ચાર્જિસ લે છે.

 

જે ગ્રાહકો જિયોફાઇબર પોસ્ટ-પેઇડ કનેક્શન માટે અપ્લાય કરે છે તેમણે રૂા. 399થી શરૂ થતો છ મહિનાનો અથવા 12 મહિનાનો પ્લાન પસંદ કરવાનો રહેશે. આ પ્લાન ઇન્ડસ્ટ્રીનો સૌથી ન્યુનત્તમ પ્લાન છે.

 

જો ગ્રાહકોએ મનોરંજન માટે ઓવર ધ ટોપ (ઓટીટી) સેવાઓ ધરાવતા અન્ય પ્લાન સબસ્ક્રાઇબ કરવા હોય તો તેમણે રૂા. 1000 રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝીટ ચુકવવાની રહેશે. ઓટીટી એપ્સ માટે 4કે સેટ ટોપ બોક્સ કોઈપણ પ્રકારની વધારાની કિંમત ચુકવ્યા વગર ઉપલબ્ધ થશે. રૂા. 999ના અને તેનાથી વધુના પ્લાનમાં 15 પેઇડ ઓટીટી એપ્સ ઉપલબ્ધ થશે જેમાં ડિઝની હોટસ્ટાર+, એમેઝોન પ્રાઇમ, ઝી ફાઇવ, સોની લીવ, હોઈ ચોઈ સહિતની પ્રાદેશિક ઓટીટીઝનો પણ સમાવેશ થાય છે.

 

આ પોસ્ટ-પેઇડ કનેક્શન હોવાથી, રિલાયન્સ જિયો આપની અનુકૂળતા માટે ઓટો-પે પેમેન્ટ સેવા પણ ઓફર કરે છે. જિયો ફાઇબર પોસ્ટપેઇડ 17 જૂન,ગુરુવારથી શરૂ થશે. રિલાયન્સ જિયો 54.56 ટકા બજાર હિસ્સા સાથે દેશની સૌથી વિશાળ બ્રોડ બેન્ડ કંપની છે. જ્યારે 15.6 ટકા બજાર હિસ્સા અને 31 લાખ ગ્રાહકો સાથે જિયો ત્રીજી સૌથી મોટી વાયરલાઇન (લેન્ડલાઇન) બ્રોડ બેન્ડ કંપની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS