જિમ્મી શેરગિલની 'કોલર બમ' ફિલ્મ જુલાઈમાં જોવા મળશે હોટસ્ટાર પર

  • June 26, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર જિમ્મી શેરગિલની ફિલ્મ 'કોલર બમ' 9 જુલાઈએ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી અને ડિઝની પ્લસ હોટસ્ટાર પ્રીમિયરના ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. "માચીસ", "સ્પેશિયલ 26" અને "તનુ વેડ્સ મનુ" જેવી ફિલ્મોમાં જિમ્મી શેરગિલના અભિનય માટે તેની ખૂબ પ્રશંસા થઈ છે.

 

ત્યારે જિમ્મી શેરગિલ વધુ એક ફિલ્મમાં જોવા મળનાર છે. "કોલર બમ" ફિલ્મમાં તેએક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક પોલીસ અધિકારીની વાર્તા છે જે બોમ્બ એટેકથી તેના શહેરના સેંકડો લોકોના જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.

 

આ ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળશે. કોરોનાના કારણે મોટાભાગની ફિલ્મો હવે ઓનલાઈન જ રિલીઝ કરી દેવામાં આવી રહી છે. જો કે જિમ્મી શેરગીલની આ ફિલ્મ એ લોકો માટે ઉપલબ્ધ હશે જેમણે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી અને ડિઝની પ્લસ હોટસ્ટાર પ્રીમિયરનું સબસ્ક્રીપ્શન લીધું હશે. આ ફિલ્મનું 9 જુલાઈથી ઓનલાઈન સ્ટ્રીમિંગ થશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS