સોની બજાર અને પેલેસ રોડ પર જ્વેલર્સ આજથી પાંચ દિવસ બંધ

  • April 22, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંધ ચેમ્બર અને ટ્રાફિક ન હોવાના લીધે હોલસેલરના વેપારીઓ ઓર્ડર પુરા કરવા કામ ચાલુ રાખ્યું


શહેરની સોની બજાર માં આજે તમામ જ્વેલર્સ તો અને દુકાનો બંધ રહી હતી. કોરોના ના કારણે આજથી પાંચ દિવસ સોની વેપારીઓએ લોકડાઉન ની જાહેરાત કરી છે જેને પગલે પેલેસ રોડ અને સોની બજારમાં આવેલા જ્વેલર્સ બન્ધ રહ્યા હતા જ્યારે હોલસેલર વેપારીઓએ તેમની બંધ ચેમ્બરમાં કામ ચાલુ રાખ્યું હતું.

 


રાજકોટમાં કોરોના ના વધતા કેસના કારણે સોની વેપારીઓ છેલ્લા બે સપ્તાહથી બે થી ત્રણ દિવસનું લોકડાઉન આપે છે ત્યારે ગઈકાલે આજે તારીખ 21 થી 25 એપ્રિલ એમ પાંચ દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે. જેમાં તમામ રિટેલર દુકાનો બંધ રહી હતી.જુના સોની બજાર અને ખત્રીવાડ વિસ્તારોમાં આવેલા અને બંધ ચેમ્બરો માં હોલસેલ નું કામ કરતા વેપારીઓએ કામ ચાલુ રાખ્યું હતું. સોની વેપારીઓના જણાવ્યા મુજબ હોલસેલ વેપારીઓ તેમની બંધ ચેમ્બરમાં એકલાં બેસીને કામ કરતા હોય છે હાલમાં અલગ-અલગ શહેરોમાંથી ઓર્ડર પણ હોવાના પગલે હોલસેલ વેપારીઓ પોતાના ઓર્ડરો પૂરા કરી રહ્યા છે.

 


જ્યારે સોની બજાર અને પેલેસ રોડ તેમજ યુનિવર્સિટી રોડ વિસ્તારોમાં આવેલા મોટા શોરૂમ આજથી રવિવાર સુધી પાંચ દિવસ બંધ રહેશે. શોરૂમ બંધ રહેતાં સોની બજાર સાથે સંકળાયેલા અન્ય વેપાર પણ બંધ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS