હોલમાર્ક મુદ્દે ઝવેરીઓની મળી રાહત,હજુ 3 મહિના આકરા પગલાં નહિ લેવાય

  • September 02, 2021 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનાની જ્વેલરી પર હોલમાર્ક ફરજિયાત બનાવવાના કાયદા હેઠળ ચેકિંગ અને દંડની કાર્યવાહીની ઈચ્છા તેની મુદત ૩૧ મી ઓગસ્ટ પૂરી થઈ હતી જેમાં તાજેતરમાં મળેલી મીટિંગ દરમિયાન ઝવેરીઓને રાહત આપવામાં આવી છે હજુ ત્રણ મહિના સુધી આ મુદ્દે ઝવેરીઓ સામે આકરા પગલાં નહીં લેવાય તેવો નિર્ણય સરકારે લીધો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના સોની વેપારીઓ હજુ હોલમાર્ક ના રજીસ્ટ્રેશન થી વંચિત રહ્યા છે ત્યારે તેમને વધુ એક તક મળી છે. હોલમાર્ક ના જટિલ નિયમને લઈને સોની વેપારીઓ અને સરકાર સામસામે આવી ગયા હતા દેશ વ્યાપી વિરોધ શરૂ થયો છે આ દરમિયાન ટાસ્ક ફોર્સની મળેલી અગત્યની મિટિંગ માં ઝવેરીઓ સામે ચેકિંગ અને દંડ ની કામગીરી ને લઈ નવેમ્બર સુધીનો સમયગાળો વધારવામાં આવ્યો હોવાનું બીઆઈ એસ કચેરીમાંથી જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS