ગીરનું આભૂષણ જમજીર ધોધ ખાતે કુદરતનો અદ્ભૂત નજારો

  • July 13, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગીરમાં આવેલો સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરનો ધોધ ગર્જ્યો જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે.ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. કોડીનાર તાલુકાના ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ અને જામવાળા વચ્ચે આવેલા સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ જમજીર ધોધ ના છેલ્લા દસ દિવસ ગીર માં પડી રહેલા અવિરત વરસાદ બાદ જમજીર નો ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. 


શિંગવડા નદી મા આવેલો આ ધોધ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ભારે વરસાદ બાદ. શિંગોડા ડેમ જુલાઈ માસના રૂલ લેવલે છલકાયો છે જેના કારણે ડેમના ૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલવાની ફરજ પડી છે.ડેમ ના દરવાજા ખોલતા પુષ્કળ પ્રમાણમા પાણી શિંગવડા નદીમાં વહી રહ્યું છે.જેના કારણે જમીજીર ના ધોધ પર પાણીની આવક વધતા ધોધ તેના રૌદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે.જમજીરના ધોધ ના નયન રમ્ય દ્રશ્યો અને ગીર ની ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતા હોઈ તેવો એહસાસ થઈ રહ્યો છે.


આમ તોર પર આ જમજીરના ધોધને નિહાળવા સેંકડો પર્યટકો આવતા હોય છે.પરંતુ હાલમાં ધોધના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે જેના કારણે અનેક કિલો મિટર ફરી કાચા રસ્તા પર જવાની અમને ફરજ પડી છે.જેટલો આ ધોધ રમણીય અને નયન રમ્ય લાગે છે તેટલો જ તે કોફનાક અને ભયાનક પણ છે. ધોધ નજીક સેલ્ફી લેવી કે નહાવું ખતરનાક છે.અકસ્માતે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે જેના કારણે પ્રસાસન દ્વારા અહીં નજીક ન જવા અને ધોધમાં નહાવા પર પ્રતિબન્ધ લગાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application