જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદે ધારાબેન કયાડા, કંચનબેન મકવાણા

  • March 18, 2021 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ૨૦ બેઠક માટેની ચૂંટણીમાં ભાજપે તાકાત બતાવતાં લોકોએ પુરી ગઈકાલ રોજ ચૂંટણી યોજાઈ ડેપ્યુટી કલેકટર ગોડલ ના અધ્યક્ષ સ્થાને ચૂંટણી:- ટીડીઓ કુગશીયાની હાજરીમાં ચૂંટણીયોજાઇ.બહુમતીથી ૧૬ બેઠકો ઉપર ભાજપને સતાનો જનાદેશ આપેલ.૨ બેઠકો ઉપર કોગ્રેસ અને ૨ બેઠકો ઉપર અપક્ષનો વિજય થયેલ.  પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇગઈકાલે જેનાં માટે ઉમેદવારી પત્રકો ભરાયા હતાં. જેમાં ભાજપ તરફે પ્રમુખ માટે ધારાગૌરીબેન સુરેશભાઈ કયાડા અને ઉપપ્રમુખ માટે કંચનબેન દેવાયતભાઈ મકવાણા(રબારી) અને કારોબારી સભ્ય ભાવનાબેન નવનીતભાઈ ખુટએ ઉમેદવારી પત્રકો ભરેલ કોગ્રેસ તરફે માત્ર પ્રમુખ માટે અમીતાબેન ચંદ્રેશભાઈ પરમાર કે જેઓ ચાપરાજપુરની બેઠક ઉપરથી વિજય થયેલ તેમણે નોંધાવેલ. ઉપપ્રમુખ માટે માત્ર એક જ ફોર્મ ભરાયેલ હોય કંચનબેન મકવાણા(રબારી), બિનહરીફ જાહેર થયેલ.પ્રમુખ માટે બે દાવેદારી હોય પરંતું તે માત્ર એક ઔપચારિકતા હોય કેમ કે કોગ્રેસ પાસે બે જ સીટ હોય બહુમતી પુરવાર કરવી તે એક ચચોનો વિષય છે.ગઇકાલે બપોરે ૩ કલાકે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી ટીડીઓ કુગશીયાની હાજરીમાં ચૂંટણી યોજાઇ. ભાજપ પાસે પૂરતી બહુમતી હોય ફરી સત્તારૂઢ થઈ હતી.


રાજકારણીઓએ કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો કર્યો
આ તકે રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, આરડીસી બેન્કના ડિરેકટર લલિતભાઈ વિઠ્ઠલભાઈ રાદહિટા, જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, દૂધની ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભૂવા, જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીર બિંદીયાબેન મકવારા, કિશોરભાઈ શાહ, જેતપુર ભાજપ શહેર પ્રમુખ રમેશભાઈ જોગી, જેતપુર ભાજપ શહેર મહામંત્રી વિપુલ સંચાણીયા, દિનકરભાઈ ગુદારિયા તથા જેતપુર શહેર અને તાલુકા ભાજપના કાયકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ રાજકારણીઓને કોરોના ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેમ રાજકારણીઓએ માસ્ક ધારણ કર્યા ન હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS