જેટ એરવેઝને મળ્યો નવો માલિક, ટૂંક સમયમાં શરૂ થશે ઉડાન

  • February 23, 2021 12:28 AM 275 views

ખોટના ખાડામાં ચાલી રહેલી જેટ એરવેજને 2019નાં બંધ કરી દેવામાં આવી હતી.દેશની સૌથી જૂની પ્રાઈવેટ એરલાઈન જેટ એરવેજફરી આકાશમાં ઉડવા માટે તૈયાર છે આ કંપનીને નવો માલિક મળી ગયો છે. આશા છે કે જરૂરી મંજૂરી મળ્યા બાદ 4થી 6 મહિનામાં જેટ એરવેજના વિમાનો ફરી ઉડાન ભરશે. ખોટમાં ચાલી રહેલી જેટ એરવેજને લગાવમાં આવેલી બોલીને જાલાન કંસોર્ટિયમએ જીતી લીધી છે. કંસોર્ટિયમ હવે નેશનલ કંપ્ની લોથી રિજોલ્યૂશન પ્લાનની મંજૂરી મળ્યા બાદ ફરી જેટ એરવેજના વિમાન ફરી ઉડાન ભરશે.

 


કંસોર્ટિયમે કહ્યું છે કે, શરૂઆતમાં જેટ એરવેજ લગભગ 25 વિમાનો સાથે ઉડાન શરૂ કરશે. જાલાનના એખ અધિકારીએ કહ્યું કે  એઙ્ગસીએલટીના નિર્ણય બાદ અમે 4થી 6 મહિનાની અંદર વિમાની સેવા શરૂ કરીશું. કંપ્ની ભારતીય વિમાનનને લઈને બહુ પોઝિટિવ છે અને સારા ભવિષ્યની આશા રાખી રહી છે. એઙ્ગસીએલટી તરફથી મંજૂરી મળ્યા બાદ રિજોલ્યૂશન પ્લાન ને સિવિલ એવિએશન મંત્રાલય પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ તેમને સિવિલ એવિએશન ડાયરેક્ટરેટ ની પાસે મોકલવામાં આવશે.

 


ભારે નુકશાન અને દેવાના કારણે જેટ એરવેજ એપ્રીલ 2019માં બંધ થઈ ગઈ હતી. તે સમયે કંપ્નીના પ્રમોટર નરેશ ગોયલને 500 કરોડ રૂપિયાની જરૂર હતી પરંતુ તે પૈસા ભેગા ન કરી શક્યા. પરિસ્થિતિ એવી આવી ગઈ કે સેલેરી અને અન્ય ખચર્િ પણ નહોતા નિકળી શકતા. જેટ એરવેજ બંધ થયા બાદ અંદાજે 17 હજાર કર્મચારીઓ રસ્તા પર આવી ગયા હતા. ત્યાર બાદ જેટ એરવેજને લોન આપ્નાર બેન્કોના કંસોર્ટિયમે નરેશ ગોયલને કંપ્નનીના બોર્ડમાંથઈ હટાવી દીધા હતા. એરલાઈનના ખજાનામાં એક સમયે 120 વિમાનો હતા, જે તેના બંધ થવાના સમયે માત્ર 16 જ રહ્યા હતા. નાણાની સમસ્યાના કારણે કંપીનીએ સંચાલનને બંધ કરવું પડ્યું. કંપ્ની જૂન 2019 2019 Solutionsdp„ Corporate Bankruptcy Solutions    પ્રક્રિયા હેઠળ ચાલી ગઈ. તેની ખોટ માર્ચ 2019ના પૂરા થતા નાણાકિય વર્ષમાં વધીને 5535.75 કરોડ થઈ ગઈ. નિષ્ણાતોનું કહેવુ છે કે જેટને ફરીથી ઉડાન સેવા શરૂ કરવા માટે મોટી સંખ્યામાં નવી ભરતી કરવી પડશે. આ કોરોનાકાળમાં મંદ પડેલા જોબ માર્કેટમાં તેજી લાવવાનું કામ કરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application