જયેશ પટેલના આઠ સાગરિતોના રિમાન્ડ મંજૂર, આગામી દિવસોમાં થઈ શકે છે મોટા ખુલાસા  

  • October 28, 2020 02:04 AM 1354 views

જામનગરના બહુચર્ચિત જયેશ પટેલ કેસમાં આજે ધરપકડ કરાયેલા આરોપીઓને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જામનગર પોલીસ તમામને રાજકોટ લાવી હતી. જ્યાં રાજકોટ સ્પે. ગુજસીટોક ડેઝિગ્નેટેટ કોર્ટમાં જયેશ પટેલના આઠ સાગરિતોના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેને કોર્ટે મંજૂર રાખ્યા છે. 

કોર્ટે નિલેસ ટોળીયા, અતુલ ભંડેરી, પ્રવિણ ચોવટીયા, અનિલ પરમાર, વશરામ આહિરના 12 દિવસના રિમાન્ડ અને પ્રફુલ પોપટ, મુકેશ અભંગી, જીગર ઉર્ફે જીમી આડતીયાના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application