કોરોના સંકટ : જાપાનમાં 1 મહિનાની રાષ્ટ્રીય કટોકટી જાહેર

  • April 07, 2020 03:42 PM 1907 views

 

કોરોના વાયરસના કારણે દુનિયાનો દરેક દેશ સંકટમાં મુકાયો છે. તેવામાં જાપાની વડાપ્રધાન શિંઝો આબેએ મંગળવારએ કટોકટી જાહેર કરી છે. જો આ ઈમરજન્સી દેશભરમાં નહીં પરંતુ કેટલાક પ્રાંતમાં લાગૂ કરવામાં આવી છે. 

 

જાપાનમાં જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે ત્યાં એક મહિના માટે આ કટોકટી લાગૂ રહેશે. જાપાનની રાજધાની ટોક્યો સહિત અન્ય 5 પ્રાંતમાં આ ઈમરજન્સી લાગૂ રહેશે. તેના કારણે જાપાનની 44 ટકા આબાદીને તેની અસર થશે. આ સાથે જ સરકારએ 990 બિલિયન ડોલરના રાહત પેકેજની પણ ઘોષણા કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application