જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજવાનું યોગ્ય નથી: કલેકટર

  • July 28, 2021 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાઠિયાવાડની ભાતીગળ લોક સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા લોકમેળાનું આયોજન આ વખતે કરવાનું યોગ્ય નથી તેવી વાત રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કરી છે.

 

રાજકોટમાં મેળો યોજાશે કે નહીં તે અંગેનો નિર્ણય ક્યારે લેવાશે એવા એક સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે કોરોના ની વર્તમાન પરિસ્થિતિ અને ત્રીજી લહેરની શક્યતાના કારણે આ વર્ષે મેળો યોજવાનું યોગ્ય નથી.

 

મેળો નહીં યોજાય તે વાત સ્પષ્ટ હતી કારણકે જો મેળાનું આયોજન કરવું હોય તો ઓછામાં ઓછા ત્રણ મહિના અગાઉ તેની તૈયારી કરવાની હોય છે.સ્ટોલની ફાળવણી અને હરાજીની પ્રક્રિયા માં દોઢ મહિનો જેટલો સમય પસાર થઈ જતો હોય છે આ વર્ષે આ અંગેની કોઈ મુવમેન્ટ સરકારી તંત્રમાં થઈ ન હોવાથી મેળો નહીં યોજાય તે સ્પષ્ટ બની ગયું હતું.

 

થોડા સમય અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જુનાગઢ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં આ પ્રકારના આયોજન યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું અને તેથી મેળાના આયોજન અંગેની રહી સહી આશા પર પણ પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS