જન્માષ્ટમી પર 27 વર્ષ પછી આવ્યો મહાસંયોગ, આ ત્રણ રાશિને થશે મોટો ફાયદો

  • August 09, 2020 03:26 PM 612 views

જન્માષ્ટમીનું પર્વ આ વર્ષે 11 ઓગસ્ટ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ વખતે આઠમની તિથિ 11 અને 12 એમ બે દિવસ રહેશે. એટલે અમુક જગ્યાઓએ 12 ઓગસ્યના દિવસે જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યુ છે. 1993 પછી પહેલી વાર જન્માષ્ટમીમાં બુદ્ધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધિ યોગ બન્યો છે. જ્યોતિષિઓનું કહેવુ છે તુલા, મકર અને મીન રાશિના લોકોને આનાથી લાબ થશે.

 

તુલા

 

આ રાશિવાળા લોકોને ધન વિષયક મુશ્કેલી દૂર થશે. રૂપિયાની બાબતને લઈને તેમની ચિંતાઓ દૂર થશે. તેમણે ભગવાન કૃષ્ણને સફેદ માખણનો ભોગ લગાવવો અને કાચી લસ્સીથી અબિષેક કરવો.

 

મકર

 

આ રાશિવાળા લોકોને શિક્ષણ સંબંધી બાબતોને લઈને ફાયદો થશે. ભણવામાં તેમની એકાગ્રતા વધશે અને કરીયરમાં પ્રગતિ મળશે. આ રાશિ જાતકોએ ભગવાન કૃષ્ણ હિંડોળે જુલાવવા અને ગંગાજળથી અભિષેક કરવો.

 

મીન

 

આ રાશિના જાતકોને વ્યાપારમાં સફળતા મળવાની સંભાવના છે. તેમની મોટી પરેશાનીઓનો અંત આવશે. તેઓએ કૃષ્ણ ભગવાનને બરફીનો ભોગ ધરાવવો અને કેસરયુક્ત દૂધનો અભિષેક કરવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application