જાહ્નવી કપૂરે દુલ્હન બની ફોટો કર્યા શેર, ટ્રોલ થવાની ચિંતામાં લખ્યું ખાસ કેપ્શન

  • April 25, 2021 02:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જાન્હવી કપૂરે તાજેતરમાં ઈંસ્ટાગ્રામ પર પોતાના બ્રાઇડલ લૂકના ફોટા શેર કર્યા છે. આ ફોટોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. જાહ્નવીએ આ ફોટોશૂટમાં 3 જુદા જુદા પોશાક પહેર્યા છે. એકમાં જાહ્નવીએ ગોલ્ડન લહેંગો પહેરેલો છે, બીજામાં તેણે પીળા રંગનો લહેંગો પહેરીને માથા પર દુપટ્ટો લગાડ્યો છે અને ત્રીજા ફોટામાં જાહ્નવીએ પીચ કલરનો લહેંગો પહેરેલો છે. ત્રણે ફોટામાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

 

જો કે આ ફોટો શેર કરવા પર તે ટ્રોલ ન થાય તે માટે જાહ્નવીએ ખાસ કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું છે કે, 'આટલા મુશ્કેલ સમયમાં હું જાણું છું કે આપણે થોડા સંવેદનશીલ રહેવું પડશે કારણ કે આપણો દેશ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, હું તેને સમજી શકું છું. મેં આ મેગેઝિનના કવર માટે જે પોસ્ટ કરી તે પહેલાથી પ્લાન હતું.  લોકડાઉન પહેલા તેનું શૂટ કરી દીધું હતું. અમે એકદમ સલામત હતા અને બધી સાવચેતી રાખી હતી. હું આશા રાખું છું કે તમે બધા ઘરે સલામત રહો બધાને પ્રેમ. '

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS