કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ video

  • August 13, 2020 07:07 PM 492 views

 

કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું છે. ચાલુ સીઝનમાં સતત ચોથી વખત આ ગામ બેટમાં ફેરવાયું. ભારે વરસાદના કારણે વર્તુ-૨ અને સાનિ ડેમના દરવાજા ખોલતા પાણી ગામમાં ઘુસી ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી ગામની હાલત કફોડી થઈ હતી. ગામની શેરી ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થયું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજ સવારથી જ ગામની સ્થિતિ બેટ જેવી છે. ગામ સાથેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application