જામનગર એસટી ડિવિઝનને ધૂળેટી ફળી : રૂ.રર.૬ર લાખની આવક

  • March 16, 2023 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસટી ડિવિઝનને હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાને લઇ મુસાફરો સારી સુવિધા મળે તે માટે વિશેષ બસોની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.જેમાં દ્વારકામાં ફુલડોળ ઉત્સવ સહિત જુદા-જુદા યાત્રાધામને જોડતી બસોનું આયોજન કરાયું હતું. જેમાં જામનગર એસ. ટી. ડીવીઝનને રૂા.૨૨.૬૨.૨૧૦ની આવક થવા પામી હોવાનું જણવા મળ્યું છે.


હોળીના તહેવારને ધ્યાને લઇ જામનગર એસ ટી ડિવિઝન દ્વારા વિશેષ બસો મુસાફરો માટે ફાળવવામા આવી હતી. જેમાં મુસાફરોનો સારો એવો ઘસારો જોવા મળ્યો હતો. જામનગર એસ ટી ડિવિઝનના જુદા-જુદા ડેપો ઉપરથી ૨૪૧ વધુ એસટી બસોની ટ્રીપોમાં ૧૩,૪૫૫ મુસાફરોને મુસાફરી કરી હતી. જેનાથી એસ ટી ડિવિઝન જામનગરને રૂા. ૨૨, ૬૨, ૨૧૦ની આવક થવા પામી છે.
જામનગર એસટી ડિવિઝનના જણાવ્યા મુજબ જુદા-જુદા ડેપોમાં ધ્રોલ ડેપો ઉપરથી ૧૬ ટ્રિપ દ્રારા ૬૧૮ મુસાફરોએ મુસાફરી કરી હતી અને તેના દ્વારા રૂા. ૧,૬૯,૭૮૬ની આવક થઇ હતી, પરંતુ સૌથી વધુ આવક જામનગર ડેપોને થવા પામી છે. 
​​​​​​​
જેમાં ૧૦૫ ટ્રીપ દોડાવી ૬૩૦૯ મુસાફરોએ મુસાફરી કરતા રૂા.૧૧,૦૭,૦૭૧ની આવક થવા પામી હતી. જ્યારે દ્વારકા યાત્રાધામ ઉપરથી દ્વારકા ડેપોએ ૮૨ ટ્રીપ દોડાવી ૪૦૯ મુસાફરો લાભ લેતા દ્વારકા ડેપોને રૂા ૩,૯૮,૫૪૮ની આવક થઈ હતી તેમજ જામજોધપુર ડેપો દ્વારા ૨૪ ટ્રીપ બસોમાં ૧૯૨૦ મુસાફરોને મુસાફરી કરાવી રૂા.૩,૮૪,૧૭૦ની આવક થઈ હતી. જ્યારે ખંભાળિયા ડેપો દ્વારા ૧૪ ટ્રીપ બસોમાં ૫૧૭ મુસાફરોએ મુસાફરી કરતા રૂા.૨,૦૨,૬૩૫ની આવક થવા પામી હતી. આમ જામનગર એસટી ડિવિઝનને ધુળેટી તહેવાર સારો એવો લાભદાયક થતા રૂા. ૨૨,૬૨,૨૧૦ની આવક થયા હોવાનું એસટી વિભાગ દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application