જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ, એક પછી એક 8 સાગરિતોની ધરપકડ

  • October 28, 2020 02:04 AM 768 views

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ પોલીસે કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે અને જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની માહિતી એસપી જામનગર ડીઆઈજીએ આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા,  ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, વસરામ આહીર, પ્રવિણ ચોવટિયા, પ્રફુલ પોપટ, મુકેશ અભંગી સહિત 8ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક સાગરિત હાલ જેલમાં જ છે. 

અંગે ડીઆઈજીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અમલમાં મુક્યા બાદ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. આ ગુનામાં 10 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. એસપી દીપેન ભદ્રની ટીમે 8 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હજુ પણ ફરાર છે. જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application