BREAKING NEWS

રાજકોટમાં લાંચના સફળ છટકામાં જામનગર એસીબી ઇન્ચાર્જ પીઆઇનો સપાટો

  • April 29, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં લાંચના સફળ છટકામાં જામનગર એસીબી ઇન્ચાર્જ પીઆઇનો સપાટો


સીજીએસટી ડીવીઝનના સુપ્રી અને ટેક્ષ ક્ધસલ્ટન્ટ ૨૦ લાખની લાંચ લેતા ઝપટમાં આવ્યા : ભારે ચકચાર 


રાજકોટના એસટી બસ સ્ટેન્ડ પાછળ એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને રાજકોટ સીજીએસટીના અધિકારી અને ટેક્ષ ક્ધસ્ટલન્ટને ૨૦ લાખની લાંચ લેતા પકડી પાડતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહીમાં જામનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઇ સ્ટાફ સાથે રહયા હતા. 


આ કામના ફરીયાદી વિરૂધ્ધ સી.જી.એસ.ટી. કચેરીમાં જી.એસ.ટી. ન ભરવા તથા ખોટા બિલ બનાવવા બાબતે થયેલ અરજીની પતાવટ કરવા અને મોટો કેસ નહી કરવાના અવેજ પેટે આક્ષેપીત મુકેશકુમાર મનબોધ્ધ કુમાર, ઉ.વ.૪૩, સુપ્રીન્ટેન્ડન્ટ, સી.જી.એસ.ટી., ડીવીઝન-૧, રેન્જ-૫, રાજકોટએ ફરીયાદી પાસે ૨૫,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે ૨૦,૦૦,૦૦૦ આક્ષેપીત આકાશ રમેશભાઇ કલોલીયા, ઉ.વ.-૩૩, ધંધો-ટેક્ષ કનસ્લટન્ટ, રહે.રાજકોટને આપી દેવા જણાવેલ હતું. 


જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીની ફરીયાદ આધારે ગઇકાલે ક્રીએટીવ કોમ્પ્લેક્ષ, એસ.ટી. બસ સ્ટેશન પાછળ, રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના મુકેશકુમાર વતીઆકાશ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૨૦,૦૦,૦૦૦ ફરીયાદી પાસે માંગી, સ્વીકારી બન્ને આક્ષેપીતો ઝડપાઇ ગયા હતા.


ટ્રેપીંગ કાર્યવાહી રાજકોટ એસીબી એકમના મદદનશી નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન સાથે ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસીબીના પીઆઇ અને જામનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એ.એ. ખોખર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. મદદમાં રહેનાર એસીબી રાજકોટ ફીલ્ડના પીઆઇ દેકાવાડીયા સાથે રહયા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application