જામનગર : 25 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, કારણ અકબંધ

  • June 10, 2021 08:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે દિવસથી જામનગર શહેરમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. બુધવારે જામનગરના દંપતિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બંને છુટા હાથની મારામારી કરતાં જોવા મળ્યા હતા. જ્યારે ગુરુવારે એક યુવતીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. 

 

જામનગરના ગોકુલનગરમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મિતલ પાઠક નામની 25 વર્ષીય યુવતીએ પોતાના ઘરે  પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.  હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. હજુ સુધી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને જેથી યુવતીની આત્મહત્યાનું કારણ જાણી શકાય. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS