આ ભારતીય ઓલરાઉન્ડરને વિશ્વનો શ્રેષ્ઠ ફિલ્ડર ગણાવતા ગંભીર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવુ છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર છે. ગંભીરે એક સ્પોર્ટ શોમાં જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે વિશ્વ ક્રિકેટમાં જાડેજાથી શ્રેષ્ઠ ફિલ્ડર બીજું કોઈ નથી. પરંતુ  થ્રો ની બાબતમાં પણ તેનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ નથી.

 

ગંભીરે જણાવ્યું હતું કે તેની જેમ આઉટફિલ્ડને અન્ય કોઈ કવર કરી શકતું નથી. તમે તેને ફ્રન્ટમાં રાખો કે પછી બેક કવરમાં રાખો તે પોતાની જગ્યા પર રહી અને ફિલ્ડિંગ સરસ રીતે કરીને બતાવશે. વિશ્વ ક્રિકેટમાં તેનાથી શ્રેષ્ઠ અન્ય  ફિલ્ડર કદાચ કોઈ નથી.

 

વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડરમાંથી એક રહેલા દક્ષિણ આફ્રિકાના મહાન ફિલ્ડર જોન્ટી રોડ્સે આ પહેલા જાડેજાને વિશ્વના  શ્રેષ્ઠ  ફિલ્ડર ગણાવ્યો હતો. રોડસે ઇન્સ્ટાગ્રામ ચેટ પર સુરેશ રૈનાને જણાવ્યું હતું કે તેમની નજરમાં અત્યારે સૌથી શ્રેષ્ઠ ભારતીય ફિલ્ડર જાડેજા છે.

 

રોડસે જણાવ્યું હતું કે મને ડીવિલિયર્સની બોલિંગ અને ફિલ્ડિંગ નિહાળવી ખૂબ જ પસંદ છે. માર્ટિન ગપટિલ અને માઇકલ વેબન પણ છે, પરંતુ તે બંને ઘણા ઝડપી હતાં. તેમ જાડેજા મેદાન પર ઘણા ઝડપી છે, તેમણે જણાવ્યું હતું કે જાડેજાએ કેટલાક શાનદાર કેચ ઝડપ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS