જૈકલીન ફર્નાડિસને થયો પ્રેમ, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

  • June 17, 2021 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૈકલીન ફર્નાન્ડીઝ તેના અંગત જીવન વિશે વધુ વાત જાહેર કરતી નથી. પરંતુ તેમ છતાં હવે તેના જીવનનું એક મોટું રહસ્ય સામે આવી ગયું છે. હવે એવા સમાચાર છે કે જેક્લીનની જિંદગીમાં કોઈ એવું છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી અને ટૂંક સમયમાં તે એક મોટું પગલું ભરી શકે છે. વાત એવી છે કે જેકલીન કોઈના પ્રેમમાં પડી ગઈ છે, જો કે તે વ્યક્તિ કોઈ એક્ટર નથી. 

જાણવા મળ્યા અનુસાર જૈકલીન એક એવા બિઝનેસમેનને ડેટ કરી રહી છે જે સાઉથનો છે. એટલું જ નહીં ટૂંક સમયમાં જ તે મુંબઈ શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યો છે. જેકલીન ઘણા સમયથી જુહુ અને બાંદ્રા વચ્ચે ઘર શોધી રહી છે. જ્યાં તે તેના પાર્ટનર સાથે સમય પસાર કરી શકે. તેવામાં તેણે જુહુમાં એક ઘરને ફાઈનલ કરી લીધું છે. તેણે આ બંગલા માટે કેટલાક પૈસા પણ આપી દીધા છે પરંતુ ત્યારબાદ લોકડાઉન થતા દસ્તાવેજ સહિતની કાર્યવાહી બાકી છે. 

 

જાણવા એમ પણ મળે છે કે જૈકલીન અને બિઝનેસ બંને એકબીજા માટે ગંભીર છે. બંને વીડિયો કોલ દ્વારા વાતો કરતા રહે છે. જો કે અભિનેત્રીએ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. 
 

અભિનેત્રીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો તાજેતરમાં તે સલમાન ખાનની ફિલ્મ રાધેના એક ગીતમાં જોવા મળી હતી. આ સિવાય બાદશાહ સાથે તેણે એક આલ્બમ કર્યું હતું. જેકલીન પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જે રિલીઝ માટે તૈયાર છે. જેમાં બચ્ચન પાંડે, ભૂત પોલીસ, એટેક, સર્કસ અને રામ સેતુનો સમાવેશ થાય છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS