કોરોના સંક્રમિત અભિનેત્રી ભૂમિ પેડનેકરે કોરોનાને લઈને કહી આ વાત

  • April 07, 2021 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ -19 સામેં જ્જુમી રહેલી અભિનેત્રી ભૂમિ પેડનેકરે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર જઈને ચિંતાતુર થયેલા તેના પ્રશંસકો અને અનુયાયીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અભિનેત્રીએ કોરોનાના બીજા સ્ટ્રેન વચ્ચે બધાને ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરી હતી અને ચેતવણી આપી હતી કે કોવિડનો સામનો કરવો તે ખૂબ જ મુશ્કેલ છે, તેની કલ્પના કરતા પણ તે વધુ મુશ્કેલ છે

ભૂમિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "બધાને નમસ્કાર .. તમને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું. મારા માટે પ્રાર્થના કરવા બદલ આભાર. માફ કરશો, મને તમારા સંદેશા, કોલ્સ અથવા ડીએમએસનો જવાબ આપવાનો મોકો મળ્યો નથી. મેં ગઈ કાલ સુવામાં અને કોરોનાથી લડવામાં વિતાવ્યો. ફક્ત એટલું કહેવું છે કે તમે બીમાર ન માંગતા હોય તો ઘરની  બહાર ન નીકળો. અને જો બહાર જવું ખરેખર મહત્વનું છે તો પ્રોટોકોલને અનુસરો. "

ભૂમિએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે કોવિડ -19 થી સંક્રમિત થઇ છે અને તે હોમ આઇસોલેશન હેઠળ છે.

તેમણે લખ્યું, "આજે મારામાં કોવિડના હળવા લક્ષણો છે, પરંતુ હું મારી જાતને ઠીક ઠીક મહેસુસ કરી રહી છું. હું મારા ડોક્ટર અને આરોગ્ય વ્યવસાયિકો દ્વારા આપવામાં આવેલા પ્રોટોકોલને અનુસરી રહી છું. જો તમે મારા સંપર્કમાં આવ્યા છો તો તુરંત જ તમારી તપાસ કરાવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application