૭૫ ટકા નાગરિકોને રસી આપતાં ૨૦૨૪ સુધીનો સમય લાગશે

  • May 20, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સ્પીડ વધારવી જરૂરી, રસીનું ઉત્પાદન યુદ્ધના ધોરણે મોટા પ્રમાણમાં કરવું પડશેદેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ખતરનાક રીતે આગળ વધી રહી છે અને અનેક રાયોમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ રસીકરણ ની પ્રક્રિયા સતત ધીમી પડી ગઈ છે અને નિષ્ણાંતોએ આ બાબતે ભારે ચિંતા કરવી છે.

 


એમનો અભિપ્રાય એવો છે કે જો વર્તમાન ધીમી ગતિ સાથે દેશમાં રસીકરણ કરવામાં આવશે તો ૨૦૨૪ સુધીમાં ફકત ૭૫ ટકા વસ્તીને જ રસીકરણ શકય બનશે અને મારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ પણ કરી શકે કારણ કે વાઈરસ મોટા પ્રમાણમાં ફેલાઈ શકે છે.

 


વિશ્વના અનેક મોટા દેશો દ્રારા રસીકરણ અભિયાન ને ખૂબ જ ઝડપી બનાવી દેવામાં આવ્યું હતું અને તેના સારા પરિણામો પણ તેમને મળ્યા છે પરંતુ ભારતમાં રસીકરણ ની પ્રક્રિયા ભયંકર રીતે અવરોધ આવી ગઈ છે અને તે જોખમી વસ્તુ છે અને કેન્દ્ર સરકારે તરત જ હસીનો યુદ્ધના ધોરણે ઉત્પાદન મોટા પ્રમાણમાં કરાવવા માટે વ્યવસ્થા ગોઠવવી પડશે.

 


ઇઝરાયલ અમેરિકા અને બ્રિટન જેવા અનેક દેશોમાં રસીકરણ ખૂબ જ ઝડપથી કરવામાં આવ્યું છે અને તેમને ત્યાં રાહત પણ મળતી જાય છે પરંતુ ભારતમાં રસીકરણ ની પ્રક્રિયા નબળી પડી જતા વાયરસ બેકાબૂ બની રહ્યો છે.

 


દેશના દરેક રાયમાં પૂરતા પ્રમાણમાં રસી મોકલવી જરૂરી છે અને તો જ વાયરસ ની સામે સફળતાપૂર્વક લડાઈ કરી શકાશે અને તો જ ભારત કોરોના માં થી મુકત થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS