૧૮ +ને રસી આપવામાં ત્રણ વર્ષ લાગશે

  • May 08, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વાયરસ મહામારીની સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્રારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ૧૮ વર્ષથી વધુની વયના તમામ લોકોને રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ નિષ્ણાતોએ એવો હિસાબ કર્યેા છે કે, જો વર્તમાન ધીમી ગતિ સાથે રસીકરણ ચાલુ રહેશે તો દેશના તમામ ૧૮થી વધુની વયના લોકોને રસી આપવામાં ૩૨ મહિના જેટલો સમય લાગી શકે છે.

 


ગઈકાલે પણ દેશમાં ૪૩ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રસીકરણની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે ત્યારે નિષ્ણાતોએ પણ ચિંતા દર્શાવી છે અને એમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્રારા જે વસતી નિર્ધારિત કરવામાં આવી છે તે મુજબ ટાર્ગેટ પુરો કરવામાં ૩૨ મહિના જેટલો સમય સામાન્ય રીતે લાગી જશે અને ત્યારબાદ જ ૧૮ વર્ષથી વધુની વયના તમામ લોકોને રસી આપી શકાશે.

 


ચિંતાની વાત એ છે કે, દેશમાં અત્યારે દરેક ભયાનક ગતિ સાથે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને રસીકરણનો બોજો દિન–પ્રતિદિન વધી રહ્યો છે અને તેની સામે રસી પુરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ નથી. રસીકરણમાં સાહ–દર સાહ ઘટાડો થઈ રહ્યો છે.

 


સરકારી આંકડા એમ બતાવે છે કે, એપ્રિલ–૩થી ૯ વચ્ચે દેશમાં ૨.૪૮ કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. યારે એપ્રિલ–૧૦થી ૧૬ની વચ્ચે ફકત ૨.૦૭ કરોડ લોકોને રસી અપાઈ હતી. યારે એપ્રિલ–૨૪થી ૩૦ વચ્ચે ૧.૪૮ કરોડ લોકોને રસી અપાઈ હતી અને ચાલુ માસના પ્રથમ ૬ દિવસમાં ૯૯.૮૩ લાખ લોકોને રસીના ડોઝ આપી શકાયા છે. આનો અર્થ એવો છે કે, રસીના ડોઝ આપવામાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે એટલે કે રસીકરણની પ્રક્રિયા ચિંતાજનક રીતે ધીમી પડી ગઈ છે.

 


દેશ–વિદેશના તમામ નિષ્ણાતોએ એમ કહ્યું છે કે, વાયરસ લાંબો સમય સુધી ચાલવાનો છે ત્યારે વ્યાપક રસીકરણ ખુબ જ જરૂરી છે અને તેની સાથે નિયમોના પાલન કરવાની પણ એટલી જ જરૂર છે. અમેરિકાના નિષ્ણાતે તો ભારતને એક માસ સુધી લોકડાઉન લગાવવાની ભલામણ કરી છે અને સાથોસાથ રસીકરણ વ્યાપક રીતે કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે તેવો અભિપ્રાય આપ્યો છે. દેશમાં અત્યારે લગભગ મોટાભાગના રાયો પાસે રસીનો અભાવ છે.

 


મુંબઈ સહિત મહારાષ્ટ્ર્રમાં રસીકરણની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી એ જ રીતે અન્ય રાયોમાં પણ અત્યારે રસીકરણ લગભગ બધં જેવી હાલતમાં છે અને આ પરિસ્થિતિ ખતરનાક છે. ૧૮થી વધુની વયના તમામ વયજૂથના લોકોને રસી આપવામાં જો ૩૨ માસનો સમય લાગે તો મોટી ઉપાધિ થઈ શકે એમ છે તેવી ચિંતા પણ દર્શાવવામાં આવી છે.

 


જો કે કેન્દ્ર સરકારે પુરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસો કર્યા છે અને વિદેશથી પણ રસી આવશે તેવી ખાતરી આપવામાં આવી છે ત્યારે ૧૮ને પુરતા પ્રમાણમાં રસી આપવામાં કેન્દ્ર સરકારે ખુબ જ ઝડપ રાખવી પડશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS