રાજકોટ : આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, જાણીતા બિલ્ડર આરકે ગ્રુપ પર તવાઇ, 12થી વધુ સ્થળ પર દરોડા

  • August 24, 2021 01:12 PM 

રાજકોટમાં લાંબા સમય બાદ આવત વેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચમાં આજે વહેલી સવારથી જ રાજકોટમાં જાણીતા બિલ્ડર આર કે ગૃપ અને પ્રફુલ ગંગદેવ ગૃપ તથા તેના બે કોન્ટ્રાકટર આશિષ ટાંક અને રમેશ પાંચાણી તથા સેન્ડી ગૃપવાળા હરીસિંહ સુતરિયા પર ઈન્કમ ટેક્સના દરોડા થયા હતા. 

 

સવારથી શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા થયા હતા. જાણવા મળતી વિગતોનુસાર આરકે ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતના તેના ભાગીદારોને ત્યાં દરોડા થયા હતા.  તેમના સિલ્વર હાઇટ્સ ખાતેનાં ફલેટ પર દરોડા પડ્યા હતા સાથે જ  સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. 

 

આર કે ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ આરકે ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તપાસ થઈ હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ આશિષ ટાંક અને રમેશ પંચાલની પણ ઇન્કવાયરી કરી હતી. 

 

આ સિવાય જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ આવકવેરા વિભાગની ઝપટમાં આવ્યા હતા. શહેરમાં આજે જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર ટીમે તપાસ હાથ ધરી હતી.  રાજકોટમાં લાંબા સમય બાદ થયેલા આ દરોડાનું મુખ્ય કારણ રિંગરોડ પરનાં 8 પ્રોજકેટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS