રાજકોટમાં રેમડેસિવીર મેળવવામાં તકલીફ પડે છે ? આ રહ્યો સરળ રસ્તો

  • April 13, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના અને તેની વેક્સિન પછી જો સૌથી વધુ થતી હોય તો તે રેમડેસિવીર ઇન્જેકશનની છે. જેને કોરોના થોડો વધુ ગંભીર હોય તેને 6 આવા ઇન્જેક્શન આપવા પડે છે આમ છતાં સામાન્ય લક્ષણ ધરાવનારા પણ આ ઇન્જેક્શન લેવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઇન્જેકશનની ખેંચ જોવા મળી રહી છે. જેને ખરા અર્થમાં આ ઇન્જેકશનની જરૂર છે અને ડોકટરે પણ પ્રિસ્ક્રાઈબ કયર્િ છે તેવા લોકોને ઇન્જેક્શન મળતા ન હોય તો અહી તે મેળવવા માટેની સરળ પધ્ધતિ આપવામાં આવી છે.

 


સૌ પ્રથમ દર્દીનું આધાર કાર્ડ, આરટીંપીસીઆર ટેસ્ટ, સીટી સ્કેન ટેસ્ટ, ડોકટરનું પ્રિસ્ક્રીપશન વગેરે ડોક્યુમેન્ટ્સનો ફોટો પાડો. ખાસ ધ્યાન રાખજો, જે દિવસે ઇન્જેક્શન લેવાનું હોય એ દિવસની છેકછાક વગરની તરીકે વાળુ પ્રિસ્ક્રીપશન લખાવવું. આ બધા ડોક્યુમેન્ટ્સ ની કંપાઈલ્ડ પીડીએફ બનાવો. એને 9974073450 ઉપર વોટ્સએપ કરો. ત્યાર બાદ 9974073150 ઉપર કોલ કરો. આ બધી માહિતી અપલોડ કરી દીધી છે એવું જણાવો. એ લોકો ખરાઈ કરશે.

 


આ પછી વાત કરવા માટે નો ફરીથી સમય માંગો. લગભગ અડધી કલાક પછી નો સમય આપશે. ત્યારે ફરીથી કોલ કરો. ફોન નમ્બર સતત બીઝી આવશે. મુંજાશો નહિ. 15 /20 ટ્રાય પછી ફોન લાગશે. એ લોકો એ ખરાઈ કરી લીધી હશે. શહેર ના કેમિસ્ટ પાસે નો સ્ટોક જોઈ તમને કેમિસ્ટ નું નામ આપશે. ત્યાં પહોંચી જાઓ.

 


મેડીકલ સ્ટોરમાં જાવ ત્યારે ત્યાં સાથે ઓરીજીનલ પ્રિસ્ક્રીપશન સાથે લઈ જવાનું રહેશે. એ પ્રિસ્ક્રીપશન ની એક ઝેરોક્સ સાથે રાખવી(આપણાં રેફરન્સ માટે). ઓરીજીનલ પ્રિસ્ક્રીપશન કેમિસ્ટ તમારી પાસેથી લઈ લેશે. કેમિસ્ટ તમને એક મેઈલ આઈડી આપશે, એ મેઈલ આઈડી પર તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

 


7 મી મિનિટ સરકારી ભાવે રેમડીસીવીર ઇન્જેક્શન તમારા હાથ માં હશે. કોઈ કાળાબજાર વગર, સરકારી ભાવે. કદાચ પ્રક્રિયા જટિલ લાગશે પણ સાવ સરળ છે. ન સમજાય તો હિતેન પારેખ(7575075759) મનોજભાઈ રાણપરા (9228307660), વિશાલભાઈ માંડલિયા (8905977776), અથવા મિલાપ શેઠ (9099098190)નો સંપર્ક કરવા અનુરોધ છે.
તમામ ડોક્યુમેન્ટ્સ પીડીએફ બનાવી એકસાથે અપલોડ કરશો. કેમિસ્ટ ને ત્યાં જાઓ ત્યારે ઓરીજીનલ પ્રિસ્ક્રીપશન(ફ્રેશ તારીખ વાળુ,છેક છાક વગરનું) લઈ જવાનું ભૂલસો નહિ. સરકાર ને દોષ ન દેતાં, સિસ્ટમ ને ફોલો કરતા શીખીએ તેમ હિતેનભાઈ પારેખે જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS