યુપીમાં એક દિવસમાં 265, મહારાષ્ટ્રમાં 895 મોત

  • April 28, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 66 હજારથી વધુ નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 33000 કેસ



દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર મહારાષ્ટ્ર અને હવે ઉત્તર પ્રદેશ રાજ્યમાં પણ ગંભીર બની રહી છે અને એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 895 દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે અને 66 હજારથી વધુ નવા કેસ બહાર આવી ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ નો એટેક યથાવત રહ્યો છે.

 


એજ રીતે ઉત્તર પ્રદેશમાં પણ મહામારી વધુ ખતરનાક લેવલ તરફ આગળ વધી રહી છે અને એક જ દિવસમાં 265 દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે અને 33 હજાર થી વધુ નવા કેસ બહાર આવ્યા છે. આ બંને રાજયોમાં આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેમ છતાં નવા કેસ અને મૃત્યુના દરમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

 


ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લખનઉમાં 39 દર્દીઓના મૃત્યુ થયા છે અને દિલ્હી સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદ મ નવા કેસ માં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે અને તમામ દવાખાના હાઉસફુલ થઈ રહ્યા છે. ગાઝિયાબાદમાં 24 કલાકમાં એક હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 15 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

 


મહારાષ્ટ્રમાં નવા કેસ ભયંકર ગતિ સાથે આગળ વધી રહ્યા છે અને મુંબઈમાં 24 કલાકમાં ચાર હજાર જેટલા નવા કેસ નોંધાયા છે અને 59 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈમાં કુલ મૃત્યુઆંક 13000 જેટલો થઈ ગયો છે. મુંબઈમાં પણ દવાખાના હાઉસફુલ થઈ ગયા છે અને વૈકલ્પિક વ્યવસ્થા નિમર્ણિ કરવાની ફરજ પડી છે.

 


સત્તાવાર અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં 6 લાખ 72 હજાર એક્ટિવ કેસની સંખ્યા થઈ ગઈ છે. રાજ્યભરમાં ટેસ્ટિંગની કાર્યવાહી ખૂબ જ ઝડપી બનાવવામાં આવી છે અને તેને પગલે નવા કેસ માં ભયંકર વધારો નોંધાઈ રહ્યો છે. હજુ પણ રાજ્યની અનેક હોસ્પિટલોમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી માટે ગંભીર દર્દીઓ પર જોખમ સર્જાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS