હજુ સુધી નાસા નથી પહોચ્યું ત્યાં ઇસરોનું ચંદ્રયાન-3 પહોંચી લહેરાવશે ઝંડો

  • August 12, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તો ભારત વિશ્વનો પ્રથમ દેશ બની જશે


ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ ચંદ્રનો એવો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધી કોઈ દેશની સ્પેસ એજન્સી પહોંચી નથી. અહીં લેન્ડિંગ પણ એક મોટો પડકાર છે. કારણ કે 2019માં ચંદ્રયાન-2 અહીં લેન્ડિંગ દરમિયાન સંપર્ક તૂટી ગયો ગયો.


ચંદ્રયાન-3 ચંદ્રથી થોડાક કિલોમીટર દૂર જ છે. 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ લખશે. અલબત્ત ચંદ્ર પર પગ મૂકવાની બાબતમાં ભારત ચોથા નંબર પર હશે. પરંતુ ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થવાનું છે તે એક એવો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધી નાસા પણ પહોંચી શક્યું નથી.


ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. અત્યાર સુધી કોઈ સ્પેસ એજન્સી ચંદ્રના આ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શકી નથી. ઈસરોનું ચંદ્રયાન-2 પણ આ દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ દરમિયાન સંપર્ક તૂટી ગયો હતો. જો આ વખતે ભારત અહીં સફળ ઉતરાણ કરશે તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે.


કોઈ ગ્રહ અથવા ઉપગ્રહનો દક્ષિણ ધ્રુવ ખૂબ જ ઠંડો હોય છે. એન્ટાર્કટિકા એ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવની જેમ ખૂબ જ ઠંડો પ્રદેશ છે. જ્યાં મોટા પ્રમાણમાં બરફ અને ખાડાઓ છે. અહીં સૂર્યના કિરણો ત્રાંસી રીતે પડે છે. ખાડાઓની હાજરીને કારણે સૂર્યના કિરણો આ સ્થાનના ખૂબ જ નાના ભાગ પર પડે છે. આ જ કારણ છે કે અહીં તાપમાન -238 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે.


ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર શું શોધશે?

2019માં ભારતે ચંદ્રયાન-2ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલ્યું હતું. જે લેન્ડિંગ સમયે સંપર્ક તૂટી ગયો હતો. હવે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને ઈસરો ફરી એકવાર ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવ પર મોકલી રહ્યું છે. તેનું પહેલું કારણ એ છે કે અત્યાર સુધી ચંદ્રના આ ભાગમાં કોઈ સ્પેસ એજન્સી પહોંચી નથી અને બીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે અહીં પાણી અને ખનિજો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જો અહીં બરફ હશે તો પાણી પણ હશે. આ સિવાય તાપમાન નીચું હોવાને કારણે ખનિજો પણ પર્યાપ્ત માત્રામાં હશે.


નાસાના ચીફ બિલ નેશનલના જણાવ્યા અનુસાર જ્યાં નાસા પહોચ્યું હતું ત્યા ચંદ્રની સપાટી સાદી છે. પરંતુ દક્ષિણ ધ્રુવમાં એવું નથી. અહીં સપાટી પર મોટા ખાડાઓ છે. સંભવિત ઉતરાણ સ્થાનો પણ અહીં મર્યાદિત છે. જ્યારે ચંદ્રયાન-2ને અહીં મોકલવામાં આવ્યું હતું. ત્યારે તેનો અંદાજ માત્ર તસવીરો પરથી જ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ઈસરોની પાસે આના કરતાં પણ વધુ માહિતી છે એટલે જ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ભારતની આ સ્પેસ એજન્સી ચંદ્ર પર સફળતાનો ઝંડો લહેરાવશે.


દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની રેસ

માત્ર ભારત જ નહીં અન્ય મોટા દેશોની નજર પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છે. ખુદ અમેરિકા અને ચીન પણ આ દોડમાં સામેલ છે. ચીને તેનું છેલ્લું ચંદ્ર મિશન દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડ કર્યું હતું. આ સિવાય નાસા તેના આગામી ચંદ્ર મિશનમાં દક્ષિણ ધ્રુવ સુધી પણ પહોંચવા માંગે છે. જો ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ કરશે તો સ્પેસ મિશનના ઈતિહાસમાં ઈસરોનું નામ નંબર વન પર નોંધાઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application