શું રુબીના અને જસ્મિન વચ્ચેની લડત શો પછી પણ ચાલી રહી છે?

  • March 10, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 14' સ્પર્ધકો રુબીના અને જાસ્મિન ભસીન વચ્ચે, શો સમાપ્ત થયા પછી પણ પરિસ્થિતિ સારી દેખાતી નથી. બંને એકબીજાને જોવા પણ નથી ઇરછતા. હાલ જ અલી ગોની અને જાસ્મિન ભસીને ટોની કક્કર સાથે એક નવું ગીત રજૂ કર્યું છે, જ્યારે સ્ક્રીનશોટ શેર કરતી વખતે રુબીના દિલાકે જસ્મિન ભસીનને ટેગ નથી કરી, બાકી બધાને તેમને ટેગ કર્યા છે. 

ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઇપણ બરાબર નથી. બંને એકબીજાથી ગુસ્સે છે. કા તો રૂબીનાએ જાણી જોઈને જાસ્મિનને ટેગ નથી કરી અથવા સ્કીપ કરી દીધી છે. એ વાત જાણીતી છે કે આ શોમાં બંનેની ખૂબ જ સારી મિત્રતા હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે બંને એક બીજાને નાપસંદ કરવા લાગ્યા. 

અગાઉ જાસ્મિન ભસીને એક પોસ્ટ લખી હતી, જે વાંચ્યા પછી લોકો અનુમાન કરી રહ્યા હતા કે જાસ્મિનએ રુબીના માટે આ પોસ્ટ લખી છે. જસ્મિને લખ્યું છે કે કેટલાક લોકો ખરેખર કેટલા હોંશિયાર હોય છે કે તેઓ અમુક ઉલટી વસ્તુઓ સરળતાથી બીજાના મનમાં મૂકી દે છે. તેઓ જૂઠું બોલે છે, છેતરપિંડી કરે છે, તમારી સાથે દુર્વ્યવહાર કરે છે અને કોઈક એવી વસ્તુઓ બતાવે છે કે તે તમારી ભૂલ છે. સ્માર્ટ લોકો. " આ સાથે જસ્મિન ભસીને એક ઇમોજી પણ મુક્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS