તમારા હેન્ડ સેનિટાઈઝરમા મેન્થોલ તો નથી ને ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જણાવી ચૂક્યું છે કે 60 ટકા આલ્કોહોલ વાળા હેન્ડ સેનિટાઈઝર નો પ્રયોગ કરવાથી કોરોના વાઇરસને ફેલાવતો રોકી શકાય છે.પરંતુ તમારા હેન્ડ સેનિટાઈઝર માં આલ્કોહોલ તો નથીને કારણ કે તેનો ઉપયોગ જીવલેણ સાબિત થઇ શકે છે.

 

 કોરોનાવાયરસની મહામારી આવ્યા બાદ હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ એકદમ વધી ગયો છે, અને મહામારીની શરૂઆતમાં આપણા દેશમાં એટલો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો ન હતો.

 

 એટલું ઉત્પાદન પણ ન હતું કે તમામ લોકોને હેન્ડ સેનિટાઈઝર પૂરું પાડવામાં આવે ત્યાર બાદ દેશની ઘણી બધી કંપનીઓએ વિવિધ પ્રકારના સેનીટાઇઝરની લોકોની માંગ પૂર્ણ કરવા માટેનું બીડું ઝડપ્યું.

 

 દેશની ઘણી બધી કંપનીઓ જાતજાતના સેનિટીઝર બનાવવા લાગી જાણે કંપનીઓ એકાએક ઉભરાઇ આવી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે હેન્ડ સેનિટાઈઝર લઈને w.h.o. સહિતની દુનિયાભરના સ્વાસ્થ્ય સંસ્થાઓ જણાવી રહી છે કે 60 ટકા આલ્કોહોલ વાળા હેન્ડ સેનિટાઈઝર નો પ્રયોગ કરવાથી કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવી શકાય છે.

 

એક આરોગ્ય સંસ્થાના સંશોધન પ્રમાણે આ દિવસોમાં નફો રળવાના ચક્કરમાં કેટલીક કંપનીઓ હેન્ડ સેનિટાઈઝર માં આલ્કોહોલના નામ પર એવી ચીજોનું મિશ્રણ કરી રહી છે જે તમારા સાથે માટે નુકસાનકારક છે એટલું જ નહીં જીવલેણ પણ નીવડી શકે છે.

 

 યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને  હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાના વિરોધમાં એક ચેતવણી જાહેર કરી છે.વર્તમાન સમયમાં જો તમે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હશો તો એવામાં સચેત થઈ જાઓ કે તેને ખરીદતાં પહેલા એ જરૂરથી વાંચો કે તેમાં કયા પ્રકારના આલ્કોહોલની કેટલી માત્રા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS