પોરબંદરના યુવાન પાસે ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસેની ચલણી નોટોનો સંગ્રહ

  • June 29, 2020 02:55 PM 171 views

પોરબંદરમાં જુના સિક્કા અને નોટોનો સંગ્રહ કરનાર યુવાન પાસે ઈરાકી સરમુખત્યાર સદ્દામ હત્પસેનની ચલણી નોટો પણ ઉપલબ્ધ છે.
પોરબંદરના ઈરશાદ સિદ્દીકી નામના યુવાન પાસે દેશ–વિદેશના ઘણાં બધા સિક્કાઓ અને ચલણી નોટોનો ખજાનો છે. જેમાં ઈરાકના સરમુખત્યાર સદ્દામ હત્પસેનના તસ્વીરવાળી ૧૦૦ અને ર૫૦ દીનારની નોટો આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે. ઈ.સ. ૧૯૯૪ માં સદ્દામ હત્પસેન અને બગદાદ કલોક ટાવરવાળી ૧૦૦ દીનારની નોટ બહાર પડી હતી. તે ઉપરાંત ૧૯૯૫ માં ૨૫૦ દીનારની ઈમર્જન્સી નોટ યુ.એન.સી. સમયની હોવાનું ગૂગલ મારફતે જાણવા મળ્યું છે. ૧૯૯૫ ની સાલમાં સદ્દામ હત્પસેનને ચિત્રીત કરતી આ નોટ ગલ્ફવોરમાં સદ્દામ હત્પસેનની હાર બાદ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એ સમયે ફગાવો ઈરાકને ઘેરી રહ્યો હતો તેથી સરકયુલેશનમાં આ નવી નોટ બહાર પાડવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સના પ્રતિબંધને કારણે સ્થાનિક પ્રેસ ઉપર આ નોટો છાપવામાં આવતી હતી. અને સદ્દામ હત્પસેનની લોકપ્રિયતા વધુ હોવાથી સરકયુલેશનમાં એ નોટો ખૂબ વધુ પ્રમાણમાં પ્રસિદ્ધ થઈ હતી. ઈરાકના પૂર્વ રાષ્ટ્ર્રપતિ સદ્દામ હત્પસેન સામે ૧૪૮ ઈરાકી શિયાઓની હત્યાનો આરોપ પણ મૂકાયો હતો. તેઓ ૧૬ જુલાઈ ૧૯૭૯ થી ૯ એપ્રિલ ૨૦૦૩ સુધી ઈરાકના પાંચમા રાષ્ટ્ર્રપતિ હતા, તેમને ૩૦ ડીસેમ્બર ૨૦૦૬ ના ૬૯ વર્ષની વયે ફાંસી આપવામાં આવી હતી. ખૂબ જ સંઘર્ષમય જીવન જીવીને તેમણે સત્તા ઉપર આવ્યા બાદ દંતકથાની જેમ ઘણા બધા ઐતિહાસિક નિર્ણયો લીધા હતા અને તેથી જ તેઓ ખૂબ જ લોકપ્રિય હતા અને તેમની ચલણી નોટો આજે પણ અમૂલ્ય ખજાનો માનવામાં આવે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application