કોરોનાને લીધે પરિવાર માટે આર. અશ્વિને છોડી આઈપીએલ ટુનર્મિેન્ટ

  • April 26, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આખો દેશ હાલમાં કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોનાને કારણે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બોલર આર અશ્વિન આઈપીએલની 14મી સીઝનથી ખસી ગયો છે.
અશ્વિને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે હું આવતી કાલ (મંગળવાર) થી આ વર્ષની આઈપીએલમાંથી વિરામ લઈ રહ્યો છું. મારા પરિવાર કોવિડ 19 સામે લડી રહ્યા છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગુ છું. જો વસ્તુઓ યોગ્ય દિશામાં થશે તો હું પાછો આવીશ હું આશા રાખું છું કે બધુ સારૂ થાય. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સુપર ઓવર જીત્યા બાદ અશ્વિને આ ટ્વીટ કર્યું છે. દિલ્હી કેપિટલ્સની હવે આગામી મેચ 27 એપ્રિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે અને ટીમ અશ્વિન વિના મેદાનમાં ઉતરશે. દિલ્હી પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ ઉપર જીત મેળવીને બીજા નંબર પર પહોંચી ગયુ છે.

 

 


પહેલા બેટિંગ કરતી વખતે દિલ્હીએ 4 વિકેટે 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદ પણ નિર્ધિરિત ઓવરમાં સાત વિકેટ માટે સમાન સંખ્યામાં સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. આ પછી, સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સ જીતી ગઈ. જોકે, આ મેચમાં અશ્વિનને કોઈ સફળતા મળી શકી ન હતી. અશ્વિને 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. આટલું જ નહીં, દિલ્હી કેપિટલ્સ માટે છેલ્લી 5 મેચમાં તે માત્ર એક વિકેટ ઝડપી શક્યો છે. છેલ્લી 4 મેચોમાં તે ખાલી હાથે રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS