IPL 15 એપ્રિલ સુધી મુલ્તવી, કોરોનાને ધ્યાનમાં રાખી BCCIએ કર્યો નિર્ણય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
આઈપીએલ - 2020ને લઈ બીસીસીઆઈએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આઈપીએલ 29 માર્ચએ શરુ થશે નહીં. આ ટુર્નામેન્ટ હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. દેશમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

 


આઈપીએલની 13મી સીઝનની શરૂઆત હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.  અગાઉ આઈપીએલની શરૂઆત 29 માર્ચથી થવાની હતી. ટીમના માલિકોએ કોરોનો વાયરસને ધ્યાનમાં રાખી બોર્ડને T20 લીગને થોડા અઠવાડિયા માટે મુલતવી રાખવાનું સૂચન કર્યું હોવાનું કહેવાય છે.

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કોરોનાને મહામારી જાહેર કર્યો છે. તેવામાં ભારત સરકારએ 15 એપ્રિલ સુધી વિદેશી નાગરિકોના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં વિદેશી ખેલાડીઓ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવું અશક્ય બન્યું હતું, જો કે હવે બોર્ડએ પણ આઈપીએલ મુલ્તવી રાખી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS