આ તારીખે થશે IPLની બે નવી ટીમોની હરાજી, અમદાવાદ અને લખનૌની ટીમ મોખરે 

  • September 14, 2021 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BCCIએ IPLની 2 નવી ટીમોની હરાજી માટે તૈયારીઓ કરી લીધી છે. હરાજી 17 ઓક્ટોબરે થઈ શકે છે. 2022 થી IPLમાં 8 ને બદલે 10 ટીમો રમશે. જાન્યુઆરીમાં મેગા હરાજી થઈ શકે છે. 2 નવી ટીમોની હરાજીથી બોર્ડ 5000 થી 6000 કરોડની કમાણી કરી શકે છે. ટીમોના વધારા સાથે, મેચોની સંખ્યા વધશે. આવી સ્થિતિમાં, BCCI પણ પ્રસારણથી આવકમાં મોટો વધારો થવાની અપેક્ષા રાખે છે.

 

મળતા સમાચારો અનુસાર, BCCIએ દરેકને મુખ્ય તારીખો વિશે માહિતી આપી છે. ટેન્ડરના દસ્તાવેજો 5 ઓક્ટોબર સુધી ખરીદી શકાય છે. હરાજી 17 ઓક્ટોબરે થઈ શકે છે. આ વખતે ઇ-ઓક્સન થશે નહીં. બંધ બિડિંગ પ્રક્રિયાના જૂના નિયમ મુજબ અનુસરવામાં આવશે. 

 

ટીમોની સંખ્યામાં વધારો થતાં દરેક ટીમને 14 કે 18 લીગ મેચ રમવી પડશે. દરેક ફ્રેન્ચાઇઝીને હોમ વેન્યુ પર 7 મેચ અને બહાર 7 મેચ રમવાની હોય છે. હાલમાં, દરેક ટીમને 7-7 મેચ રમવાની તક મળે છે. પરંતુ ટીમો વધવાના કારણે જો દરેક ટીમે 18 મેચ રમવાની હોય તો ટુર્નામેન્ટનો સમય વધશે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ પર અસર પડશે. લીગ મેચોની સંખ્યા 74 અથવા 94 થઈ શકે છે. આગામી સીઝનમાં 74 મેચ રમાશે. આ સાથે ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવશે.

 

આરપીએસજી ગ્રુપના સંજીવ ગોયન્કા લખનૌની ટીમ ખરીદવાની રેસમાં છે. તે ભૂતકાળમાં પુણે ફ્રેન્ચાઇઝીના માલિક પણ રહી ચૂક્યા છે. બે નવી ટીમોની વાત કરીએ તો અમદાવાદ, લખનૌ, ઇન્દોર, કટક, ગુવાહાટી અને ધર્મશાળા ફ્રેન્ચાઇઝી ટીમો રેસમાં સામીલ છે. આ બધામાં લખનૌ અને અમદાવાદ મોખરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS