રોકાણકારોએ ૮૩ અબજ ડોલર પરત ખેંચી લીધા

  • March 25, 2020 11:00 AM 264 views

  • કોરોનાને કારણે ભારત સહિતની ઉભરતી અર્થવ્યવસ્થાવાળા દેશોને ઝટકો


કોરોના વાયરસ કોવિડ–૧૯ની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં રોકાણકારોએ ઉભરી રહેલી અર્થવ્યવસ્થાવાળા દેશોમાંથી ૮૩ અબજ ડોલર પરત ખેંચી લીધા છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્ર્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ના ડાયરેકટર ક્રિસ્ટાલીના યોર્જીવાએ જી–૨૦ દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના પ્રમુખો સાથે વીડિયો કોન્ફરન્સ દ્રારા બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં મંદી રહેશે એટલે કે વિકાસદર નીચો રહેશે.


મંદી ઓછામાં ઓછી વૈશ્ર્વિક નાણાકીય સંકટ જેટલી અથવા તો તેનાથી પણ મોટી હોઈ શકે છે. વિકસિત દેશો આ સંકટમાંથી બહાર આવવા માટે વધુ સાધન–સંપન્ન છે પરંતુ ઉભરી રહેલી અર્થવ્યવસ્થા અને ઓછી આવક ધરાવતાં દેશો માટે આ સ્થિતિ પડકારજનક બની રહેશે.


આ દેશોમાં મૂડી ઉઠાવી લેવાને કારણે તેના ઉપર ખરાબ અસર પડી છે અને ઘરેલું ગતિવિધિઓ ગંભીર રીતે પ્રભાવિત બનશે. આ સંકટની શરૂઆતથી અત્યાર સુધી રોકાણકારોએ ૮૩ અબજ ડોલર કાઢી લીધા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે જે ચિંતા જન્માવી રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application