આ અઠવાડિયે રોકાણકારોનાં ડૂબ્યા કરોડો, મુકેશ અંબાણીએ એક જ દિવસમાં કરી કરોડોની કમાણી

  • March 21, 2021 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ અઠવાડિયે પાંચ કારોબારી સેશનમાં, બજાર ચાર દિવસ માટે બંધ રહ્યું હતું, પરંતુ છેલ્લા કારોબારી સેશનમાં માર્કેટમાં તેજી નોંધાઇ હતી. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 934 પોઇન્ટનો ઘટાડો થયો છે. આને કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 4.45 લાખ કરોડ ઘટીને 203.44 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીમાંથી માત્ર આઠની માર્કેટ કેપમાં રૂ. 1,38,976.88 કરોડનો ઘટાડો થયો છે.

સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકને થયું હતું. ટોપ -10 કંપનીઓમાં ફક્ત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) અને હિન્દુસ્તાન યુનિલિવરે તેમની માર્કેટ કેપ વધારી દીધી છે. જોકે, ગયા કારોબારી સેશનમાં તેજીને કારણે રિલાયન્સના શેરમાં 3.60. ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 72.40ના ઉછાળા સાથે 2082ના સ્તરે બંધ રહ્યો હતો. શેરમાં આ વધારાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિ એક જ દિવસમાં 22 હજાર કરોડ વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ  81 અબજ ડોલર છે અને તે વિશ્વનો દસમો ધનવાન વ્યક્તિ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેની સંપત્તિમાં 4.32નો ઉછાળો જોવા મળ્યો છે.

ટોપ -10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS