ભરુચ કોવિડ હોસ્પિટલની આગ મામલે 2 સિનિયર આઇએએસ અધિકારીઓને સોંપાઈ તપાસ

  • May 01, 2021 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ફરી એકવાર કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આ વખતે ભરુચમાં આવેલી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હતી. શુક્રવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 18એ પહોંચ્યો છે. ત્યારે આ મામલે રાજ્યના બે વરિષ્ઠ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. 

 

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની  તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ  શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને  કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ  તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ  દુર્ઘટના ની ન્યાયિક તપાસ  સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS