ભ્રષ્ટાચારી લાંગાના વિદેશથી આવેલા ભાગીદારની પૂછપરછ

  • July 24, 2023 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ આઈએએસ લંગા ફરતે ગાળિયો વધુ મજબૂત બનાવાયો



ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આપને જણાવીએ કે, પૂર્વ IAS એસ.કે લાંગા અત્યારે પોલીસ રિમાન્ડ પર છે અને આવતીકાલે તેના રિમાન્ડ પૂર્ણ થવાના છે ત્યારે તેના પહેલા અનેક મહત્વના ખુલાસા થયા છે. રિમાન્ડ પૂર્ણ થાય તેના પહેલા એસ.કે લાંગાની તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. લાંગાના ભાગીદારોની પૂછપરછ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવેલા લાંગાના ભાગીદારની પૂછપરછ કરવામાં આવી છે અને જેમાં કેટલીક મિલકત સાથે લીધી હોવાનુ ખુલ્યુ છે. પેથાપુરની જમીન અંગે વહીવટદારની પણ પૂછપરછ કરાઇ છે. હથિયાર પરવાના અંગે લાંગાની પૂછપરછ અને નિવેદન લેવાયુ છે. ખાસવાત એ છે કે, 75 અરજીઓમાંથી 35 જેટલા લાયસન્સ મંજૂર કર્યા હતા અને લીઝની અપાયેલી 35 જેટલી મંજૂરીઓ અંગે પણ તપાસ કરાઈ છે.



ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે એસ કે લાંગા નામ ઉછળ્યું હતું. જમાં એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર આરોપો લાગ્યા હતા. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે અને હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી.


એસ.કે.લાંગા સામે કેસ શું છે?

જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં ધરપકડ કરાઇ હતી

જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસ.કે. લાંગા

સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે

ગાંધીનગરમાં કેતન ધૃવ નામના આરોપીએ કરી હતી ફરિયાદ

ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂરઉપયોગ કરવા બાબતે થઇ હતી ફરિયાદ

માતર વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યા હતા

કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને અપાવી

બિન ખેડૂતોને ખેડૂત બનાવી જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ કર્યુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application