દુનિયાભરમાં 90 ટકા લોકો મહિલાઓ પ્રત્યે રાખે છે પક્ષપાત : યૂએન

  • March 06, 2020 05:03 PM 322 views

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરએ યૂએનએ એક રીપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દુનિયાભરના 90 ટકા લોકો મહિલાઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત કરે છે. એટલે કે આટલા લોકોના મનમાં મહિલાઓ માટે પૂર્વાગ્રહ હોય છે. 

 

યૂએનડીપીએ દુનિયાની 80 ટકા આબાદીનું પ્રતિનિધિત્વ કરતા 75 દેશોનું અધ્યયન કર્યું હતું અને તેમાં જાણવા મળ્યું કે 10માંથી 9 લોકો મહિલાઓ પ્રત્યે પક્ષપાતી માનસિકતા ધરાવે છે. 

 

આ અધ્યયનમાં એમ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓને અનેક બાબતોમાં અદ્રશ્ય બાધાઓનો સામનો કરવો પડે છે. અધ્યયન જેના પર થયું તેમાંથી 40 ટકા લોકો માને છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં સારા ઉદ્યોગપતિ હોય છે. એટલે જ્યારે અર્થવ્યવસ્થામાં સ્લો ડાઉન હોય ત્યારે નોકરીઓ પુરુષને મળવી જોઈએ. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application