8 માર્ચથી અહીં ફ્રી મળશે સેનેટરી પેડ્સ, જાણો વિગતો

  • March 06, 2020 04:21 PM 591 views

મહિલાઓને દર મહીને માસિક આવે છે. આ એક બાયોલોજિકલ પ્રક્રિયા છે. જો કે માસિકને લઈ ફેલાયેલી ગેરમાન્યતાઓના કારણે તેના વિશે વાત પણ કરવામાં આવતી નથી. જો કે આ તમામ પાબંદીઓને દૂર કરવા માટે અને લોકોની માનસિકતા બદલવા માટે આ વર્ષે વુમન્સ ડે પર ખાસ પ્રયોગ કરવામાં આવનાર છે. 

 

આ પ્રયોગ અંતર્ગત ગ્રેટર નોઈડાના મેટ્રો સ્ટેશન પર ફ્રી સેનેટરી પેડ્સ આપવામાં આવશે. આ પ્રયોગથી લોકોની માનસિકતા બદલશે તેવી સંભાવના છે. 21 મેટ્રો સ્ટેશન પર ખાસ પિંક સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આ પિંક સ્ટેશન પર બેબી ફીડિંગ રુમ, ડાયપર ચેન્જની સુવિધા જેવી સવલતો પુરી પાડવામાં આવશે. અહીં ફ્રી સેનેટરી પેડ્સ માટે મશીન લગાવવામાં આવ્યા છે. મહિલાઓ મેટ્રો સ્ટેશનથી ટોકન લઈ અને મશીનમાંથી સેનેટરી પેડ મેળવી શકશે. આ કાર્યક્રમની શરુઆત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application