મુંબઈમાંથી ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: રૂ.13.35 કરોડનાં કોકેઈન સાથે બેની ધરપકડ

  • May 01, 2021 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2.2 કિલો વજન ધરાવતી 151 કેપસ્યુલ ગળી ગયા હતા

 તાન્ઝાનિયાના 2 વ્યક્તિને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેટમાં છુપાવેલી 151 કોકેઈન કેપ્સ્યૂલ સાથે એરેસ્ટ કરવામાં આવ્યા. જેનું વજન 2.2 કિલો જેટલું થાય છે. તેઓ મેડિકલ વિઝા પર દાર -એ-સલામ થી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની તપાસ કરતા તેમની પાસેથી  13.35 કરોડનું કોકેઈન મળી આવ્યું હતું.
એક્સ-રે સ્ક્રીનીંગમાં તેમના પેટમાં કેટલીક સામગ્રી જોવા મળી હતી. ત્યારબાદ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં છ દિવસીય રોકાણ દરમિયાન તેમના પેટમાંથી કુલ 151 કેપ્સ્યુલ્સ બહાર .કાઢવામાં આવ્યા હતા. આ તમામ કેપ્સ્યૂલમાંથી મળેલા પાવડરની લેબોરેટરી તપાસ કરતા, આ પાવડર કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું.

 


મળતી માહિતી મુજબ, આ બંને શખ્સોએ ફ્લાઈટમાં બેઠા પહેલા કોકેઈન ભરેલી 151 કેપસૂલને ગળી ગયા હતા. મુંબઈમાં તેઓ આ કેપ્સ્યૂલ કોને આપવાના હતા અને તેમના આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તે વિષે વધુ તપાસ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS