સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસો. દ્રારા આયોજીત ઇન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કોવીડ ૧૯ પછી પ્રથમ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ૩ ડીસ્ટ્રીકે આયોજનનો અવસર પ્રા થયો છે. કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ દ્રારા તા. ૧૫–૦૨, ૧૬–૦૨, ૧૭–૨ના ડીપીએસ ગ્રાાઉન્ડ ગાંધીધામ પર મેચોનું આયોજન સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસો. દ્રારા અપાયુ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સંપુર્ણ કાળજી લેવામાં આવી છે.
દરેક ટીમના ૧૬ સભ્યો અને ૨ વ્યવસ્થાપકો ને ફરજીયાત આરટી પીસીઆર ટેસ્ટ કરાવીને રીપોર્ટ સાથે રાખવી. રીપોર્ટ વગર રમવું શકય નથી. ટીમોને કોવીડ નિયમો સંપુર્ણપણે પાલન કરવાનું રહેશે. સેનીટાઇઝ બસમાં હોટલથી ગ્રાઉન્ડ આવવા જવાનું રહેશે. ટુર્નામેન્ટ પુર્ણ થાય ત્યાર સુધી ખેલાડીઓને હોટલથી ગ્રાઉન્ડ આવવા જવાનું રહેશે. ટુર્નામેન્ટ પુર્ણ થાય ત્યાર સુધી ખેલાડીઓને હોટલથી બહાર જવાનું રહેશે નહી. સર્વે ખેલાડીઓનું ટેમ્પરેચર અને ઓકસીઝન લેવલ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતી વખતે પ્રમાણીત ડોકટરથી કરવાનું રહેશે. ગ્રાઉન્ડમાં આવતી અને જતી વખતે ખેલાડીઓને અને કીટને સેનીટાઇઝ ફરજીયાત રહેશે.
મેદાનમાં પ્રવેશતા બધા માટે માસ્ક ફરજીયાત છે. સ્કોરર અને અમ્પાયરનો આરટી પીસીઆર ફરજીયાત છે. મહેમાનો અને શ્રેાતાઓને ખેલાડીઓથી સોશ્યલ ડીસ્ટન્સ રાખવું.
યારે કોવીડ પછી કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલને આયોજનનો અવસર પ્રા થયો છે ત્યારે અધ્યક્ષ શેખરભાઇ અયાચીના નેતૃત્વમાં સંપુર્ણ એસો.ની ટીમ ટુર્નામેન્ટના આયોજન માટે ઉત્સુક છે.
મોટેરા સ્ટેડીયમ (અમદાવાદ)ની પીચ ઉપર જને સોઇલ (માટી) વાપરેલ એ જ સોઇલ ડીપીએસ ગ્રાઉન્ડની પીચ ઉપર ઉપયોગ કરવામાં આવેલ છે. રમત માટે સંપુર્ણ સુવિધા યુકત સ્ટેડીયમ અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં કચ્છની સારી મેચો રમાડવાનો અવસર પ્રા થાય.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230