આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા કેરીની દુકાનોમાં સઘન ચેકિંગ

  • May 25, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા હાલ ઉનાળાની ઋતુમાં વધુ વેચાતા ઠંડાપીણા અને ફળ–ફળાદીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે જે અંતર્ગત તાજેતરમાં આઈસ્ક્રિમના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ કેરીની દુકાનોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 

 

મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રિમની દુકાનોમાં ચેકિંગ કરીને (૧) પેડક રોડ પર વલ્લભનગર–૧માં આવેલ રવિરાજ રેફ્રિજરેશનમાંથી અમેરિકન ડ્રાઈફ્રત્પટ આઈસ્ક્રિમ અને (૨) અરેબિયન ડીલાઈટ આઈસ્ક્રિમ (૩) ક્રિમડેલ ફેનરસીયા બોન–બોન બાઈટ (ફ્રોઝન ડેઝર્ટ) આઈસ્ક્રિમ (૪) વિરાણી અઘાટ પાસે ઘનશ્યામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ પ્રિયા એન્ટરપ્રાઈઝમાંથી શીતલ કાજુ–ગુલકદં આઈસ્ક્રીમ (૫) શીતલ પાર્ક મેઈન રોડ પર જય જલિયાણ એન્ટરપ્રાઈઝમાંથી મોમાઈ માવા–બદામ આઈસ્ક્રિમ (૬) ગાંધીગ્રામના ગાંધીનગર શેરી નં.૨ વિસ્તારમાં આવેલ અજંતા આઈસ્ક્રિમમાંથી બદામ મસ્તી આઈસ્ક્રિમ સહિતના ૬ સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત મવડી મેઈન રોડ પર ખોડિયાર કેરી ભંડાર, શ્રીજી સીઝન સ્ટોર, પટેલ કેરી ભંડાર, જલિયાણ સીઝન સ્ટોર, આસોપાલવ સીઝન સ્ટોર, મોમાઈ ફ્રત્પટ સહિતની દુકાનો તેમજ કુવાડવા રોડ પર મેંગો માર્કેટમાં ગુનાનક ફ્રત્પટ, થોભણભાઈ જોધાભાઈની દુકાન, ગુકૃપા ફ્રત્પટ, ભૂપતભાઈ ભાણાભાઈ મુંધવાની દુકાન, અલ્પના ફ્રત્પટ સેન્ટર, રોયલ ફ્રત્પટસ, જય ખોડિયાર, શ્રીરામ ફ્રત્પટ, બાલાજી ફ્રત્પટ, દરિયાલાલ ફ્રત્પટ, વી.એમ. ફ્રત્પટ, ડી.એમ. ફ્રત્પટ અને શ્યામ ફ્રત્પટ સહિત કેરીના ૧૯ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS