કોરોનાનું જોખમ વધતાં વીમા કંપનીઓ એપ્રિલથી પ્રીમિયમ વધારવાના મૂડમાં

  • March 12, 2021 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાનગી વીમા કંપનીઓ જીવન વીમાના પ્રિમિયમમાં ઓછામાં ઓછો 10થી 15 ટકાનો વધારો કરી શકેએપ્રિલ 2021થી શરૂ થતાં નવા નાણાકીય વર્ષમાં જીવન વીમો વઘુ મોંઘો અને કઠિન બની શકે છે. કોરોનાની મહામારીના લીધે કોમોર્રિબડિટી(અન્ય રોગથી પીડાતા દર્દીઓ)ના જીવન પર જોખમ વધતા અને વૈશ્વિક સ્તરે રહેલી વીમા કંપનીઓને થયેલા નુકસાનને જોતાં જીવન કવચની કિંમત કેટલી રાખવી તેના પર વધુ ભાર મુકાશે. ઈન્ડસ્ટ્રીઝના રોકાણકારો અને નિષ્ણાતોના મતે વિદેશની વીમા કંપની સ્વીસ -રે થયેલા નુકસાનને જોતા મોટા ભાગની વીમા કંપ્નીઓ તેના રેટ (દર)માં વધારો કરી શકે છે.
આવતા મહિનાથી ખાનગી વીમા કંપનીઓ જીવન વીમાના પ્રિમિયમમાં ઓછામાં ઓછો 10થી 15 ટકાનો વધારો કરી શકે છે.

 

દેશની પાંચ વીમા કંપ્નીઓએ (ટાટા એઆઈએ, એગોન લાઈફ, મેકસ લાઈફ, પીએનબી મેટલાઈફ અને ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ) નવા નાણાકીય વર્ષથી તેના નવા જીવનવીમાના પ્રિમિયમમાં વધારો કરવાની મંજૂરી મેળવવાનો પ્રસ્તાવ ઈન્સ્યુરન્સ રેગ્યુલેટર સમક્ષ મૂકેલો છે. જીવનવીમાની સુવિધા આપી અન્ય વીમા કંપ્નીઓ પણ આ પ્રકારનો પ્રસ્તાવ મૂકી શકે છે. જીવન વીમા ક્ષેત્રે દેશની સૌથી મોટી વીમા કંપ્ની એલઆઈસી તેના જીવનવીમાના પ્રિમિયમમાં વધારો કરશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી.

 


કેબિનેટે ઈન્શ્યુરન્સ એક્ટમાં સુધારાને મંજૂરી આપી
કેબિનેટ દ્વારા બુધવારે ઈન્શ્યુરન્સ એક્ટ-1938માં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ, જીવનવીમા ક્ષેત્રમાં એફડીઆઈ કેપમાં 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની વાત છે. આ કાયદામાં સુધારો કરવા માટેનુ બિલ ( ખરડો) સંસદના ચાલુ સત્રમાં મુકવામાં આવે તેવી સંભાવના છે.

 


કોને વધુ અસર થશે
નવા નાણાકીય વર્ષમાં નવી ટર્મ પોલિસી લેનાર
ધુમ્રપાન કરનાર, અન્ય રોગોથી પીડાતા અને અન્ય સેક્ટરના લોકો
કોવિડ-19માંથી સાજા થનાર દર્દીઓ
સેલ્ફ એમ્પ્લોય કે જેઓ આવક કે ટેક્સ પ્રુફ વગરના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS