સાંસદ પુનમબેન માડમની પ્રેરણાથી શાળાઓમાં વિવિધ સાધનો અર્પણ કરાયા

  • September 20, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં સાંસદ પુનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઇને કોઇ રીતે સહાય‚પ થતા રહ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે સ્વસ્થ અને ડીઝીટલ ભવિષ્યના નિર્માણ અર્થે જામનગર દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં દરેક જિલ્લા પંચાયતોની સીટ દીઠ ત્રણ શાળાઓ પસંદ કરી કુલ ૧૪૧ શાળાઓમાં વોટર કુલર, વોટર પ્યોરીફાયર અને કોમ્પ્યુટર સીસ્ટમ સાધનો નોયડાની વિસ્ટા કોન્સોલ્સ ઇલે. પ્રા.લી. દ્વારા સામજીક ફરજના સી.એસ.આર. એકટીવીટી  અંતર્ગત સાંસદ પુનમબેન માડમના પ્રયાસો અને પ્રેરણાથી આ સાૂધલનળો દઆપવાનો નિર્ધાર થયેલ છે. જેના ભાગ‚પે પ્રથમ તબકકામાં જામનગર અને મોરબી જિલ્લાની ૭૫ શાળાઓ માટે ધન્વંતરી ઓડીટોરીયમ જામનગર ખાતેસાંસદ પુનમબેન માડમની અઘ્યક્ષતામાં આવા સાધનો અર્પણ વીધીનો કાર્યક્રમ યોજાયેલ હતો.



આ કાર્યક્રમમાં શ્રીમતી મયબેન ગરચર, પ્રમુખ જિલ્લા પંચાયત, મુનીષ શર્મા ડાયરેકટર, વિસ્ટા ઇલે. કંપની નોયડા, રમેશભાઇ મુંગરા પ્રમુખ જિલ્લા ભાજપ, હસમુખભાઇ કણઝારીયા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત, ચંદ્રીકાબેન અઘેરા ચેરમેન કારોબારી સમિતિ, ગોમતીબેન ચાવડા ચેરમેન, ન્યાય સમિતિ અને જામનગર જિલ્લા પંચાયતના સદસ્યો સર્વે વિનુભાઇ વાડોદરીયા, લગધીરસિંહ જાડેજા, અશોકભાઇ ચોવટીયા, કમલેશભાઇ ધમસાણીયા, લાલજીભાઇ સુતરીયા વિઠલભાઇ કણઝારીયા, મનસુખભાઇ ચભાડીયા, જામનગર અને જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખઓના પ્રતિનિધિ, જિલ્લા ભાજપ મહામંત્રી દીલીપભાઇ ભોજાણી, તાલુકા ભાજપ પ્રમુખ જામનગર મુકુંદભાઇ સભાયા, લાલપુર અરસીભાઇ કરંગીયા અને જામજોધપુર જે.ટી. ડોડીયા તેમજ ચુંટાયેલ વિવિધ પદાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એન. પાલા, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી હડીયા, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મોરબી દિનેશભાઇ ગરચર, તથા બી.આર. સી.સી.આર.સી. કોઓડીનેટર અને જે તે લાભાર્થી શાળાના આચાર્યઓ, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે બેસ્ટ ટીચર નેશનલ એવોર્ડ મધુબેન ભટ્ટ અને અશ્ર્વીનભાઇ વિરોજા તથા જુદા જુદા બેસ્ટ ટીચર સ્ટેટ એવોર્ડઓ પણ ખાસ ઉપસ્થિત રહેલ હતા. જેઓને સાંસદ અને મહાનુભાવો દ્વારા સાલ અને પુષ્પગુચ્છ વડે સન્માનિત કરાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application